દિવાળી પર ફટાકડા ફોડતા પહેલા જરૂર કરી લો આ કામ, નહિતર પછતાશો, દરેક માં બાપ ખાસ વાંચે.

0
249

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હાલના દિવસોમાં આખો દેશ દિવાળીની તૈયારીઓમાં લાગી ગયો છે. દિવાળી એક એવો તહેવાર છે. જેને બીજા તહેવારોની સરખામણીમાં દેશમાં ઘણા મોટા પાયે ઉજવવામાં આવે છે. તેને સારી રીતે ઉજવવા માટે લોકો પોતાના ઘરની સાફ સફાઈ અને કલર કામ કરાવી લે છે, નવા કપડા ખરીદી લાવે છે, ઘરમાં સ્વાદિષ્ટ પકવાન બનાવવામાં આવે છે.

ઘરના આંગણામાં રંગોળીઓ બનાવવામાં આવે છે. પછી દિવાળીની રાત્રે દરેક પૂજા પાઠ પણ કરે છે. ત્યાર પછી બધાને દિવાળીની શુભકામનાઓ આપવામાં આવે છે. છેલ્લે અમુક લોકો ફટાકડા પણ ફોડે છે. ખાસ કરીને બાળકોને તો ફટાકડા ફોડવાનો ઘણો શોખ હોય છે. દાડમ, ફૂલઝર, ચકડી, રોકેટ, સુતળી બોમ વગેરે વસ્તુ દિવાળીના ફટાકડામાં ઘણા પોપ્યુલર રહે છે.

તેવામાં જો તમે પણ દિવાળીમાં ફટાકડા ફોડવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો થોડી વિશેષ વાતોનું ધ્યાન જરૂર રાખો નહિ તો પાછળથી તમારે પસતાવું પડશે.

આ માહિતીને એટલી શેયર કરો અને લાઇક કરો કે ભગવાન કરે આ દિવાળી બધાની, સ્નેહી જાણો અને તેમના નાના બાળકોની સારી રીતે પસાર થાય, આનંદ પણ મને અને કોઈ મોટી દુર્ધટનાથી પણ બચી શકે.

ફટાકડા ફોડતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન :

૧. બાળકોને ક્યારે પણ એકલા ફટાકડા ન ફોડવા દેવા જોઈએ. તે જયારે પણ ફટાકડા ફોડે તો માતા પિતા કે કોઈ મોટા એ તેમની સાથે રહેવું જોઈએ. જો તે ફટાકડા ફોડવામાં કોઈ બેદરકારી કે ભૂલ કરે છે, તો તમે તેને તરત સાવચેત કરી શકો છો. તે ઉપરાંત તમારે બાળકોને ફટાકડા ફોડવા મોકલતા પહેલા થોડી સેફટીની સુચના પણ આપી દેવી જોઈએ. જેથી તે સુરક્ષિત રીતે ફટાકડા ફોડી શકે. અમુક કિશોર બાળકોને મોટા ફટાકડા ફોડવાનો શોખ હોય છે તેવામાં તમે તેને તેમની ઉંમરના હિસાબે જ ફટાકડા ફોડવા દો અહીં તો પોતાને ઈજાગ્રસ્ત પણ કરી શકે છે.

૨. જયારે પણ ઘરે કોઈ ફટાકડા ફોડે છે, તો તે પહેલા પોતાની પાસે ફસ્ટ એડ બોક્સ (મેડીકલ બોક્સ) સાથે રાખી લો. આવી રીતે જો કોઈ દુર્ઘટના થાય પણ છે, તો તમે ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી શકો છો. જો તે વધુ ઈજાગ્રસ્ત છે તો તેને તરત ડોક્ટર પાસે લઇ જવા માટે પણ તૈયાર રહે.

દિવાળીની પૂજા વખતે બધા નવા નવા કપડા પહેરે છે. તેવામાં પૂજા પછી ફટાકડા ફોડતી વખતે પણ લોકોએ કપડા પહેરી રાખે છે. પરંતુ જોવામાં આવે તો મોટાભાગના કેસમાં તમારે ફટાકડા ફોડતી વખતે તમારા કપડા બદલી લેવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે સ્ફૂર્તિ સાથે તેમાં આગ લગાવ્યા પછી ભાગવાનું હોય છે.

૩. તેવામાં જો તમે દિવાળી ઉપર ભારે વજનદાર, અને ટાઈટ કે વધુ એસેસરીઝ વાળા કપડા પહેર્યા છે, તો તમારે ભાગવામાં મુશ્કેલી થઇ જશે અને તમે ઘાયલ પણ થઇ શકો છો. ફટાકડા સળગાવતી વખતે આગના તણખા પણ ઘણા ઉડે છે તેવામાં તમારે આ નવા કપડા એ કારણે બળી કે ખરાબ થઇ શકે છે. અને અમુક કપડાના મટીરીયલ એવા હોય છે. જે જલ્દી આગ પકડે છે એવામાં આ કપડાને પણ ફટાકડા ફોડતા પહેલા બદલી લેવા જોઈએ.

૪. ફટાકડાથી ઘણું પદુષણ હોય છે. એટલા માટે લીમીટમાં જ ફટાકડા ફોડો. બની શકે તો આ વર્ષે જે પર્યાવરણ ફ્રેન્ડલી ગ્રીન ફટાકડા બજારમાં આવ્યા છે તે લઇ આવો. સાથે જ ઓછા અવાજ વાળા અને નાના ફટાકડા જ ફોડો. તમે જેટલા ઓછા ને લીમીટમાં ફટાકડા ફોડશો એટલું જ પર્યાવરણને ઓછું નુકશાન થશે.