એક સુંદર મહિલાએ ડોક્ટરનો એવો પોપટ બનાવ્યો કે વાંચીને તમે હસી હસીને લોટપોટ થઈ જશો, વાંચો ફની સ્ટોરી.

0
3488

“સુંદર મહિલા”

એક સુંદર મહિલા દોડતી દોડતી ડૉક્ટરના ક્લિનિક પર આવી.

જ્યારે ડૉક્ટરે તે સુંદર મહિલાને જોઈ તો તેણે તેને પહેલા અંદર બોલાવી લીધી.

“બોલો, તમને શું સમસ્યા છે?” ડૉક્ટરે પૂછ્યું.

મહિલા : “મને કોઈ સમસ્યા નથી. સમસ્યા તો મારા પતિને છે. મને લાગે છે કે તે માનસિક રીતે બીમાર છે.”

ડૉક્ટર : “અચ્છા, તે શું કરે છે? તમારા પર હાથ ઉપાડે છે કે તમારી સાથે ખરાબ વર્તન કરે છે?”

મહિલા : “ના ના, તેઓ મને ધ-મ-કી આપે છે અને એક ને એક જ વાત કરે છે કે…

“મારો હિસાબ કરી દો…”

“મારો હિસાબ કરી દો…”

ડૉક્ટર : “તમે ચિંતા ન કરો, તમારા પતિ ક્યાં છે? તમે તેને તમારી સાથે નથી લાવ્યા?”

મહિલા : “ડોક્ટર સાહેબ, હું તેમને મારી સાથે લાવી શકતી નથી, તે ઘરે છે.”

ડૉક્ટર : “હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું.”

મહિલા : જો તમે તમારી કાર અને ડ્રાઈવરને મારી સાથે મોકલશો તો હું મારા પતિને સરળતાથી લઈ આવીશ.

ડૉક્ટરે પોતાના ડ્રાઈવરને બોલાવ્યો અને આદેશ આપ્યો આ મેડમ સાથે જા.

પછી મહિલા ક્લિનિકમાંથી નીકળીને કારમાં બેસી ગઈ અને ડ્રાઈવરને એક જ્વેલરી શોપ પાસે લઈ ગઈ.

મહિલાએ ડ્રાઈવરને કહ્યું કે હું મારા પતિને સમજાવીને લઈને આવું છું, તમે અહીં રાહ જુઓ. મહિલા કાર માંથી અદા સાથે નીચે ઉતરી અને દુકાનમાં ગઈ. ત્યાં તેણીએ એક ખૂબ જ મોંઘો સેટ પસંદ કર્યો અને પેક કરાવ્યો. અને જ્યારે પેમેન્ટ કરવાનું આવ્યું ત્યારે ડોક્ટરનું કાર્ડ આપતા કહ્યું,

“હું આ ડૉક્ટરની પત્ની છું. મારા માટે આ સેટ લેવો ખૂબ જ જરૂરી હતો, તેથી હું ઉતાવળમાં આવી ગઈ. મારી પાસે પૂરા પૈસા કે કાર્ડ પણ નથી. તમે તમારી દુકાનમાંથી કોઈને મારી સાથે મારી કારમાં મોકલો. મારા પતિ પેમેન્ટ ચૂકવી દેશે.”

જ્વેલરી શોપના માલિકે વિચાર્યું કે, રકમ બહુ મોટી છે એટલે મારે જાતે જ જવું જોઈએ. આ બહાને હું ફરી પણ લઈશ. અને તે જઈને કારમાં બેસી ગયો. પરંતુ મહિલા કારમાં ન બેઠી અને ડ્રાઈવરને કહ્યું આમને ડૉક્ટર સાહેબ પાસે લઈ જાવ.

ડ્રાઇવર જ્વેલરી શોપના માલિક સાથે ક્લિનિક પર પહોંચ્યો અને ડૉક્ટરને કહ્યું કે, “મેડમ નથી આવ્યા પણ તેમણે આ સાહેબને મોકલ્યા છે.”

ડૉક્ટર ડ્રાઈવરની સાથે આવેલા સજ્જન તરફ જોયું અને તેમને થોડી રાહ જોવા કહ્યું.

જ્વેલરી શોપના માલિકે જવાબ આપ્યો : “ઠીક છે ડૉક્ટર. હું રાહ જોઉં છું.”

પછી જયારે તેનો વારો આવ્યો ત્યારે ડૉક્ટરે કહ્યું : “તો કહો, તમને શું તકલીફ છે?”

જ્વેલરી શોપનો માલિક : “ડૉક્ટર સાહેબ, તકલીફ તો કાંઈ નથી, બસ મારો હિસાબ કરી દો…”