42 વર્ષની હોવા છતાં અડધી ઉંમરની દેખાતી સુંદર મહિલા સાથે એક કાકાએ ગાર્ડનમાં જે કર્યું તે જાણવું જોઈએ

0
704

બેતાલીસ વરસની કુમારી મંગળાએ જેણે સ્ટાઇલિશ દેખાવા પોતાનું નામ મીસ મેગી કરી નાખેલું, બેસુમાર દોલતની માલકિન હોવા છતાં લગ્ન નહોતા કર્યા. કારણ કે જુવાન દેખાવાનું એનું ઝનૂન. અને સાચું પૂછો તો એમાં શત-પ્રતિશત સફળ થઈ હતી. બેતાલીસ વરસની ઉંમરે પણ એનાથી અડધી ઉંમરની છોકરીઓ પણ એની અદેખાઈ કરતી હતી.

સવારે ઉઠીને એરોબીક્સનાં ક્લાસમાં જવું. આવીને બટર વગરનાં બે ટોસ્ટ ખાવા. પછી સ્વિમિંગમાં જવુ. આવીને સૂપ અને સલાડનું લંચ કરવું. એ એની જુવાન દેખાવાની જડીબુટ્ટી હતી. પણ માત્ર જુવાન દેખાવું એના માટે પૂરતું નહોતુ. બીજા બધાઓ પણ એને એવું કહે એમ ઇચ્છતી હતી. એટલે જ એ ઓળખીતા-પાળખીતા, જાણ્યા-અજાણ્યાને પણ પોતે કેટલી ઉંમરની લાગે છે એ પૂછ્યા કરતી.

તે દહાડે બેંકમાં દસ હજારનો ચેક વટાવતી વખતે એણે ક્લાર્કને પૂછ્યું, “કહો મારી ઉંમર શું હશે?”

“બેન” ક્લાર્કે કહ્યું, “આજે પહેલી તારીખ છે. તમારી પાછળ કેટલી લાઈન છે તે જુઓ. આવા કામના ટાઈમે ઉખાણા પૂછવાનું બંધ કરો.”

“જો સાચો જવાબ આપશો તો આ દસ હજારમાંથી એક હજાર તમારા.”

“એમ હોય તો!” ક્લાર્ક ખુશ થતાં કહ્યું, “કોશિશ કરૂ..” કહી ક્લાર્કે મંગળા ઉર્ફે મિસ મેગીને ઉપરથી નીચે સુધી ધારી ધારીને જોઈ અને બે મિનિટ પછી કહ્યું,

“ચોવીસ વર્ષ.”

“ખોટું, મારી ઉંમર છે પૂરા બેતાલીસ વરસ. આ જોઈ લ્યો મારું આધાર કાર્ડ.” દસ હજાર પર્સમાં મૂકી ખુશ થતી બેંકની બહાર નીકળી.

સાંજે ગાર્ડનમાં ફરવા ગઈ ત્યારે લાઇટનાં થાંભલાની નીચે બેંચ ઉપર છાપું વાંચતા એક કાકાને જોયા. પાસે જઈને કહ્યું, “કાકા મને જોઈને મારી સાચી ઉમર કહી આપશો તો હજાર રૂપિયા આપીશ.”

“જો બુન” કાકાએ આંખો ઉંચી કરતા કહ્યું,. “મારી ઉંમર થઈ છે ને મોતિયાને લીધે બરાબર ભળાતું નથી. પણ તને વાંધો ના હોય તો શરીર ઉપર હાથ ફેરવી ઉંમર જાણવાની કોશિશ કરું.”

“મને વાંધો નથી.” હજી મેગીએ કહ્યું નથી ત્યાં તો કાકા એના શરીર ઉપર હાથ ફેરવવા માંડ્યા. ઉપર-નીચે અંદર બહાર. બેતાલીસ વરસથી ભૂખી મેગીને પણ મજા આવવા લાગી એટલે કંઈ બોલી નહિ.

દસ મિનિટ પછી થાકીને ધોતિયાથી હાથ લૂછતા કાકાએ કહ્યું, “આ લો તારી ઉંમર બેતાલીસની લાગે છે.”

મિસ મેગીને માથે વજ્રઘાત થયો હોય એમ લાગ્યું. મિસ મેગીમાંથી પાછી મંગળા થઈ ગઈ એમ લાગ્યું.

પાંચસોની બે નોટ આપતાં એણે પૂછ્યું, “કાકા, સાચું કહેજો. તમારી પાસે એવી કોઈ વિદ્યા છે, જેનાથી તમે બીજાની સાચી ઉંમર જાણી શકો છો?”

“ના ના એવું કાંઈ નથી.” કાકાએ નોટો સરકાવતાં કહ્યું.

“તમારે મને કહેવું જ પડશે તમે સાચેસાચું કહેશો તો બીજા હજાર આપીશ.”

“એમજ હોય તો સાંભળ. સવારે બેંકમાં હું તારી પાછળ ઊભેલો.”

લેખક : જયંત ગાંધી (કાંકરીચાળો માંથી) (ફોટા પ્રતિકાત્મક છે.)