સુંદરતામાં મોડલોને પણ ટક્કર આપતી આ છોકરી રસ્તા પર વેચે છે ફુગ્ગા, આ રીતે રાતોરાત બની ગઈ સ્ટાર

0
561

ફુગ્ગા વેચતી છોકરી આલિયા કરતા પણ વધારે સુંદર છે, ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે તેના ફોટા.

સોશિયલ મીડિયામાં એટલી શક્તિ છે કે તે કોઈને પણ રાતોરાત સ્ટાર બનાવી દે છે. એવો જ એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે, જ્યાં ફુગ્ગા વેચતી એક છોકરી સ્ટાર બની ગઈ. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે અને તે ફેમસ થઈ ગઈ.

કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. કેરળમાં ફુગ્ગા વેચનાર એક છોકરી પણ આ રીતે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. આવો જાણીએ તેની સ્ટોરી.

આ છોકરી ભીડવાળા વિસ્તારમાં ફુગ્ગા વેચી રહી હતી, જેના ફોટા એક વેડિંગ ફોટોગ્રાફરે ક્લિક કર્યા હતા. એ પછી આ છોકરીનો મેકઓવર કર્યા પછી તેનું ફોટોશૂટ કરવામાં આવ્યું જે હવે વાયરલ થઈ ગયું છે.

હકીકતમાં અર્જુન કૃષ્ણન નામના ફોટોગ્રાફરે કિસબુ (કિસ્બુ) નામની આ છોકરીને અંદાલુરકાવુ ફેસ્ટિવલ (Andalur Kavu festival) દરમિયાન જોઈ હતી. આ દરમિયાન ફોટોગ્રાફરે તેના કેટલાક ફોટો ક્લિક કર્યા જે ખૂબ જ શાનદાર હતા.

એ પછી અર્જુને તે ફોટા કિસબુ અને તેની મમ્મીને બતાવ્યા. કિસબુ અને તેની મમ્મી કિસબુના આ સુંદર ફોટા જોઈને ખૂબ જ ખુશ થયા. ત્યારપછી ફોટોગ્રાફર અર્જુન કૃષ્ણને આ જ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જેને યૂઝર્સે ખૂબ જ પસંદ કર્યા. ઘણા લોકોએ આ ફોટા પર કોમેન્ટ પણ કરી છે.

ત્યારબાદ અર્જુનના મિત્ર શ્રેયસે પણ તેના ફોટા ક્લિક કર્યા, આ ફોટાને પણ સારો રિસ્પોન્સ મળ્યો. આ ફોટામાં કિસબુ હસી રહી છે. એ પછી રેમયા નામની સ્ટાઈલિશે કિસબુનો મેકઓવર કર્યો. આ ટ્રેડિશનલ મેકઓવરમાં તે સાડી અને લાલ બ્લાઉઝ પહેરેલી જોવા મળે છે. તેના ફોટા લોકોને ખુબ પસંદ આવ્યા.

ફોટોગ્રાફરે શું કહ્યું? તેમજ આ વાયરલ ફોટોશૂટ પર ફોટોગ્રાફર અર્જુનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે ફોટોશૂટ બાદ જે રિસ્પોન્સ મળ્યો છે તેનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ તેમને એ વાતથી વધુ ખુશી મળી કે તેમણે કોઈનું જીવન બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.