જો હજી તમારા લગ્ન નથી થયા તો બેડરૂમમાં આ વસ્તુઓ રાખવાની ભૂલ ના કરશો, જાણો શું ન કરવું.
આજના સમયમાં લોકો ફેંગશુઈ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ ઘરમાં રાખવાનું પસંદ કરે છે. ફેંગશુઈમાં એવી ઘણી વસ્તુઓ છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેમ કે લવ બર્ડ્સ, લાફિંગ બુદ્ધા, ક્રિસ્ટલ, કાચબો અને વિન્ડ ચાઈમ. ફેંગશુઈ અનુસાર આ બધી વસ્તુઓને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
ફેંગશુઈમાં આવા ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે જેના દ્વારા તમે તમારા પરસ્પર સંબંધો અને પ્રેમને વધારી શકો છો. આમાં કુંવારા લોકો માટે પણ ઘણી વાતો કહેવામાં આવી છે. તેથી જો તમે હજી લગ્ન નથી કર્યા તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ આ વાતો વિશે.
કુંવારા લોકોએ બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખવી :
જો તમારા લગ્ન નથી થયા તો ભૂલથી પણ બેડરૂમમાં ટીવી અને કોમ્પ્યુટર ન રાખો. કારણ કે તેનાથી કોમ્યુનિકેશનમાં ઘણી સમસ્યા થાય છે.
જો તમારા બેડરૂમમાં કોઈ પ્રકારનું પાર્ટિશન હોય, તમારા રૂમની સીલિંગની વચ્ચેથી કોઈ બીમ જઈ રહ્યો હોય કે પછી તમારા બેડ પર બે ગાદલા હોય, તો આ બધું નકારાત્મક ઉર્જા વધારે છે. ફેંગશુઈ અનુસાર તમારે બેડ પર માત્ર એક જ ગાદલું રાખવું જોઈએ. તેનાથી નકારાત્મકતા દૂર થશે અને પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.
જો તમે પરણેલા નથી તો બેડરૂમમાં નદી, તળાવ, ધોધ વગેરેના ફોટા ન રાખવા જોઈએ.
ધ્યાન રાખો કે શૌચાલયનો દરવાજો તમારા પલંગની સામે ન હોવો જોઈએ. જો એમ હોય તો તેને હંમેશા બંધ રાખો.

બેડરૂમમાં અરીસો એવી જગ્યાએ લગાવવો જોઈએ જેમાં જોવા પર તમારો પલંગ ન દેખાય. પરંતુ જો તમારો અરીસો પલંગની નજીક મૂક્યો હોય તો તેને હંમેશા ઢાંકીને રાખવો જોઈએ. આ કારણે તમારા નક્કી થયેલા સંબંધમાં ઝઘડા વધી શકે છે.
કુંવારા લોકોએ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, તમારા પલંગનો ખૂણો બારી કે દીવાલને અડીને ન હોવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.