મજેદાર જોક્સ : બાબા : તને જીવનમાં શું જોઈએ છે. હું : બાબા પૈસા. બાબા : પૈસાને બાજુમાં મૂક હવે કહે કે તારે 

0
3682

જોક્સ :

ભાઈ : દીદી પાણી આપને.

બહેન : જાતે લઈ લે.

ભાઈ : આપને દીદી.

બહેન : ફરીથી માંગીશ તો ઝા-પ-ટ મા-રી-શ.

ભાઈ : જયારે ઝા-પ-ટ મા-ર-વા આવે ત્યારે પાણી લેતી અવાજે દીદી.

જોક્સ :

બાબા : તને જીવનમાં શું જોઈએ છે?

હું : બાબા પૈસા.

બાબા : પૈસાને બાજુમાં મૂક હવે કહે કે તારે જીવનમાં શું જોઈએ છે?

હું : બાજુમાં મુકેલા પૈસા.

જોક્સ :

બહેનપણી : હું તો લૂં-ટા-ઈ ગઈ, બરબાદ થઈ ગઈ.

પિંકી : કેમ ઘરમાં ચોરી થઇ ગઈ શું?

બહેનપણી : મારા પતિનું ઓફિસમાં એક છોકરી સાથે ચક્કર ચાલી રહ્યું છે.

પિંકી : અરે આ તો ઘણું ખોટું થયું. પણ તને ખબર કઈ રીતે પડી?

બહેનપણી : મારા બોયફ્રેન્ડે કાલે તેને એક છોકરી સાથે જોઈ લીધો.

જોક્સ :

ચંદુ (પોતની મમ્મીને) : માં ખુશખબરી છે, અમે બે માંથી ત્રણ થઈ ગયા.

માં : અભિનંદન બેટા. શું થયું છે, દીકરો કે દીકરી?

ચંદુ : ના દીકરો કે ના દીકરી,

મેં બીજા લગ્ન કરી લીધા છે.

જોક્સ :

એક જમાનો હતો જ્યારે લોકો પ્રેમમાં ‘અમર’ થતા હતા.

પછી જમાનો આવ્યો જેમાં લોકો પ્રેમમાં ‘આંધળા’ થવા લાગ્યા.

અને હવે તો એવો સમય આવ્યો છે કે લોકો પ્રેમમાં ‘તોતળા’ થઈ જાય છે.

માલા બાબુએ થાવાનું થાધુ.

જોક્સ :

ચેલો : બાબા, જમણા હાથમાં ખંજવાળ આવે છે.

બાબા : વત્સ, લક્ષ્મી આવાની છે.

ચેલો : જમણા પગમાં પણ ખંજવાળ આવે છે.

બાબા : વત્સ, યાત્રાનો યોગ બની રહ્યો છે.

ચેલો : પેટ ઉપર પણ ખંજવાળ આવે છે.

બાબા : વત્સ, અવશ્ય ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે.

ચેલો : બાબા, ગળા ઉપર પણ ખંજવાળ આવે છે.

બાબા : નાલાયક દૂર હટ, તને ખંજવાળની બીમારી થઈ છે.

જોક્સ :

પપ્પા : દીકરા તારા રિઝલ્ટનું શું થયું?

પપ્પુ : પપ્પા 80 % આવ્યા છે.

પપ્પા : લાવ તારી માર્કશીટ દેખાડ.

પપ્પા : આની પર તો 40% લખ્યા છે?

પપ્પુ : બાકીના 40% આધારકાર્ડ લિંક થવા પર સીધા એકાઉન્ટમાં આવશે.

જોક્સ :

માં એ પોતાના તોતળા દીકરાને કહ્યું : બેટા આજે આપણે જ્યાં છોકરી જોવા જઈ રહ્યા છીએ,

ત્યાં તું બોલતો નહી, નહીતો આ લોકો પણ ના પાડી દેશે.

દીકરો : થીત છે.

છોકરીવાળાને ત્યાં જયારે છોકરી ચા લઈને આવી,

ત્યારે છોકરો ચા પીતા બોલ્યો,

દલમ છે, દલમ છે.

છોકરી તરત બોલી, ઓએ ફુત માલ, ફુત માલ.

જોક્સ :

છોકરી : મારા પપ્પાએ કહ્યું કે, જો હું પરીક્ષામાં નાપાસ થઇ ગઈ,

તો મારા લગ્ન રીક્ષાવાળા સાથે કરાવી દેશે.

પપ્પુ : અરે વાહ! મારા પપ્પાએ કહ્યું કે,

જો હું નાપાસ થયો તો મને રીક્ષા અપાવી દેશે.

જોક્સ :

છગન પત્નીને અંગ્રેજી શીખવાડી રહ્યો હતો.

બપોરે પત્ની બોલી “ડિનર લોજી”

છગન : અભણ સ્ત્રી આ ડિનર નહિ લંચ છે.

પત્ની : અભણ તું, તારું આખું ખાનદાન અભણ,

કરમના ફૂટેલા… આ રાતનું વધેલું ખાવાનું છે. તારું મગજ ના દોડાવીશ, ચુપચાપ રોટલી ચરી લે.

જોક્સ :

કુંવારા લોકોની સૌથી નાની પરિભાષા,

‘ટાઇગર અભી જિંદા હૈ.’

પરણેલા પુરુષની સૌથી નાની પરિભાષા,

‘એક થા ટાઇગર.’