IAS ઇન્ટરવ્યુ સવાલ : 1 મહિનામાં સરેરાશ કેટલા કલાક હોય છે, શું તમે આપી શકો છો આ સવાલોના જવાબ

0
1031

કયા પ્રાણીના હાડકાં સૌથી મજબૂત હોય છે, IAS ઇન્ટરવ્યુમાં પુછાય છે આવા અટપટા પ્રશ્નો, જાણો તેના જવાબ.

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ UPSC પરીક્ષા પાસ કરવાનું સપનું જુએ છે. ઘણા લોકો યુપીએસસી દ્વારા લેવામાં આવતી પ્રી અને મેન્સ લેખિત પરીક્ષા પાસ કરે છે, પણ ઇન્ટરવ્યુમાં ફેલ થઇ જાય છે. ઘણી વખત યુપીએસસી ઇન્ટરવ્યુમાં ઉમેદવારોને એવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના કારણે ઉમેદવારો મૂંઝવણમાં મુકાય છે. IAS પરીક્ષામાં ઘણી વખત એવા વિચિત્ર અને જટિલ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જે તમને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક પ્રશ્નો વિશે અને જાણીએ કે શું તમે આ પ્રશ્નોના જવાબ આપી શકો છો?

સવાલ : કયા જીવને કાન અને આંખ હોતી નથી?

જવાબ : અળસિયા.

સવાલ : કયા પ્રાણીની 3 આંખો હોય છે?

જવાબ : તુએટેરા (tuatara – એક સરિસૃપ જીવ).

સવાલ : વિશ્વના કયા દેશમાં કોઈ ખેતર નથી?

જવાબ : સિંગાપોરમાં કોઈ ખેતર નથી.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે સૂકાય ત્યારે 1 કિલો, ભીની ત્યારે 2 કિલો અને બળી જાય ત્યારે 3 કિલો થઈ જાય છે?

જવાબ : સલ્ફર.

સવાલ : 1 વર્ષમાં કેટલા કલાક હોય છે?

જવાબ : 8760.

સવાલ : હાથી પોતાની સૂંઢમાં કેટલું પાણી રાખી શકે છે?

જવાબ : 5 લિટર.

સવાલ : 1 મહિનામાં સરેરાશ કેટલા કલાક હોય છે?

જવાબ : 730. (વર્ષના કુલ દિવસ 365 X દિવસના કુલ કલાક 24 = 8760. 8760 / વર્ષના કુલ મહિના 12 = 730)

સવાલ : તે કઈ વસ્તુ છે જે મહિનામાં એકવાર આવે છે અને 24 કલાક પૂરા થતા જ જતી રહે છે?

જવાબ : તારીખ.

સવાલ : કયા પ્રાણીના હાડકાં સૌથી મજબૂત હોય છે?

જવાબ : વાઘ.

સવાલ : તે શું છે જે પાણીમાં પણ બળે છે?

જવાબ : સોડિયમ અને પોટેશિયમ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.