આ રંગના હોઠ વાળા લોકો તેજ મગજના હોય છે, તેમને સમાજમાં ઘણું સન્માન મળે છે, જાણો રોચક માહિતી.
સમુદ્ર શાસ્ત્ર એ જ્યોતિષની જ એક શાખા છે. તેના અંતર્ગત શરીરના દરેક અંગને વિગતવાર જણાવવામાં આવ્યું છે અને તે મુજબ તે વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય કેવું હોઈ શકે તેની માહિતી આપવામાં આવી છે. સમુદ્ર શાસ્ત્રીઓના મતે, કોઈપણ વ્યક્તિનો ચહેરો એક ખુલ્લા પુસ્તક જેવો હોય છે કારણ કે ચહેરાના જુદા જુદા ભાગોમાંથી પણ વ્યક્તિ વિશે ઘણું જાણી શકાય છે.
હોઠ ચહેરાનો મહત્વનો ભાગ છે. હોઠ માત્ર ચહેરાને સુંદરતા જ નથી આપતા પણ તેને કામ વા સના માટે પૂરક પણ માનવામાં આવે છે. હોઠના પ્રકાર પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ પણ જુદો જુદો હોય છે. આવો જાણીએ અલગ અલગ પ્રકારના હોઠ અનુસાર વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.
ગુલાબી હોઠ : આવા હોઠવાળા લોકો હંમેશા બીજાની મદદ કરવા તૈયાર હોય છે. તેઓ અભ્યાસ અને દરેક બાબતમાં શ્રેષ્ઠ હોય છે. તેમને સમાજમાં ઘણું સન્માન મળે છે. તેઓ તેજ મગજના હોય છે. પોતાના સ્વભાવને કારણે તેઓ બધાને પ્રિય હોય છે. તેમનું પારિવારિક જીવન સુખદ હોય છે.

ઉપસેલા હોઠ : જેમના હોઠ ઉપસેલા હોય છે, એવા લોકો માંસાહારી અને મા-દ-ક પદાર્થ વ્ય-સ-ની હોઈ શકે છે. પરિવારમાં તેમનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું. તેઓ ઘણીવાર અન્ય લોકોની મદદથી પોતાનું જીવન નિર્વાહ કરે છે. તેમનું આખું જીવન ગરીબીમાં પસાર થાય છે.
ભરાવદાર હોઠ : વધુ ગોળમટોળ, માંસથી ભરેલા હોઠ જે ચહેરાની બહાર લટકતા જોવા મળે છે, આવા લોકોને સમાજમાં સન્માન મળતું નથી. તેઓ જ્યાં જાય ત્યાં વિવાદ કરે છે. આવા લોકો નોકરી કરતા હોય શકે છે અને તેમાંથી કેટલાક લોકો જિદ્દી અને ગુનેગાર હોય છે. તેઓ બીજાની ખુશામત કરવાનું પસંદ કરે છે.
સંકુચિત હોઠ : આવા હોઠ નાના અને પાતળા હોય છે, તેમાં કોઈ રંગ હોતો નથી. જે લોકોના હોઠ આવા હોય છે તેઓ વધુ દેખાડો કરતા હોય છે. તેઓને પોતાની શાન બીજાઓને દેખાડવાની આદત હોય છે. તેમની પાસે પૈસા પણ ખૂબ હોય છે. લોકો તેમનાથી દૂર ભાગે છે. તેઓ ન-શા-ના વ્ય-સ-ની પણ હોય છે. તેમનો અંતિમ સમય સારો નથી હોતો.
લાલ હોઠ : આવા હોઠવાળા લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે. તેઓ નાની-નાની વાત પર ઉત્તેજિત થઈ જાય છે. તેઓ સાહસથી ભરેલા હોય છે, તેથી તેઓ ખૂબ જ જીદ્દી પણ હોય છે. તેઓ અભ્યાસમાં પણ પારંગત હોય છે અને મોટા ઓફિસર બને છે. તેઓ પોતાના દમ પર પૈસા કમાય છે.
રસિક હોઠ : સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવા હોઠ લાલ, કોમળ, મુલાયમ અને દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે. આવા હોઠ મોટેભાગે છોકરીઓના હોય છે. આવા હોઠ વાળી છોકરીઓ તેમના ઘરની લાડકી હોય છે અને તમામ સુખ ભોગવવાવાળી હોય છે. લગ્ન પછી પણ તેમને કોઈ વસ્તુની અછત નથી હોતી. તેમનામાં એટિટ્યૂડ પણ ઘણું હોય છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.