જેવું કે આપણે બધા જાણીએ છીએ કે શ્રાવણ મહિનો સમાપ્ત થવાની તૈયારી છે. આ મહિનો ઘણો ખાસ હોય છે. આ મહિનામાં વદ આઠમની તિથિ પર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ ઉજવવામાં આવે છે. માટે આ તહેવારને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના નામથી ઓળખવામાં આવે છે.
જે લોકોને સંતાનનું સુખ પ્રાપ્ત થતું ન હોય અને એમની વંશ વૃદ્ધિ થઈ રહી ન હોય, પિતૃ દોષ હોય જે પછી જન્મકુંડળીમાં ઘણા બધા દોષ હોય, તમે જન્માષ્ટમીનું વ્રત રાખીને આ બધાથી છુટકારો મેળવી શકો છો. એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રતને પૂર્ણ નિષ્ઠાથી કરવા વાળાને એક સુયોગ્ય, દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. માટે આ દિવસે કૃષ્ણના બાળરૂપની પૂજા કરવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે કુંડળીના બધા દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય જાય છે, અને એમના પિતૃઓને સ્વયં નારાયણ પોતાના હાથોથી જળ આપી એમને મુક્તિધામ પ્રદાન કરે છે. જે પરિવારમાં ગૃહ-કલેશને કારણે અશાંતિનું વાતાવરણ ઉત્પન્ન થઈ રહ્યું છે, તો એવા લોકો જન્માષ્ટમીનું વ્રત રાખો અને સાથે આ મંત્ર
“ૐ નમો નારાયણાય ૐ નમો ભગવતે વાસુદેવાય,
ૐ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને,
પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ”
કે પછી
“શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય,
ગોવિંદ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય”
નો જાપ કરો, એવું કરવાથી તમારા ઘરની અશાંતિ નષ્ટ થઈ જશે.
ઘરને એક મંદિર માનવામાં આવે છે અને આ મંદિરની સાફ-સફાઈ કરવી દરેક વ્યક્તિનું કર્તવ્ય છે. ઘરને સાફ રાખવા માટે ઝાડુની જરૂર પડે છે. અને લક્ષ્મી માતાનું આગમન પણ ત્યાં જ થાય છે જ્યાં સાફ-સફાઈ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવતું હોય. ઝાડુ એક એવું યંત્ર છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને દરિદ્રતા દૂર કરી શકાય છે, અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકાય છે.
આ રહ્યા એ ઉપાય :
1. ઝાડુને ક્યારેય ઘરના મુખ્ય દ્વાર પર ન રાખો. એવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.
2. ક્યારેય ઝાડુને ભોજન કક્ષમાં રાખવું નહીં, કારણ કે એવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
3. ઝાડુને દિવસે છુપાડી રાખી અને રાત્રે મુખ્યદ્વારની સામે રાખવાથી કોઈ પણ નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.
4. હંમેશા ઘર માટે 3 ઝાડુ એક સાથે ખરીદવા જોઈએ. એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે ઘરમાં પોતું કરવું જોઈએ નહીં.
5. પોતું કરતા સમયે હંમેશા પોતાના પાણીમાં થોડું મીઠું નાખવું જોઈએ, એનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થઈ જાય છે.
6. ઝાડુને ક્યારેય ઉભું રાખવું જોઈએ નહીં, એવું કરવું અશુભ હોય છે.
7. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ કે જાનવરને ઝાડુથી મારવું જોઈએ નહીં.
8. ભૂલથી પણ ઝાડુ પર પગ મુકવો જોઈએ નહીં. એવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.
9. જયારે પણ ઘરના મુખ્ય સભ્ય કોઈ ખાસ કામ માટે નીકળે તો એમના ગયાના તરત પછી ઝાડુ લગાવવું જોઈએ નહીં. કારણ કે એવું કરવાથી બનતું કામ બગડી જાય છે.
10. સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ લગાવવું જોઈએ નહીં.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)