જીવનમાં પ્રગતિ કરવા માટે ઘરમાં આ રીતે રાખો પિરામિડ, ટેંશન અને થાક પણ થશે દૂર.

0
244

વાસ્તુ નિષ્ણાંતો અનુસાર ઘરમાં પિરામિડ રાખવાથી વ્યક્તિના જીવન પર પડે છે સારી અસર. વેપાર, નોકરી અને કરિયરમાં થાય છે ઘણી પ્રગતિ.

વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ રાખવા ખાસ જણાવવામાં આવ્યું છે. વાસ્તુ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા અને નકારાત્મક ઉર્જા ઘટાડવામાં મદદ કરે છે. આજે આપણે જાણીશું ઘરમાં રાખવામાં આવેલા પિરામિડના ફાયદા વિશે.

ઘરમાં રાખવામાં આવેલી સજાવટની વસ્તુઓ પણ વ્યક્તિની પ્રગતિ અને સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ વાસ્તુ પ્રમાણે તેમને યોગ્ય દિશામાં રાખવા જરૂરી છે. જો વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર ઓછો કરવામાં અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારવામાં મદદ કરે છે. આજે આપણે જાણીશું વાસ્તુ પ્રમાણે ઘરમાં પિરામિડ રાખવાના ફાયદા અને તેને રાખવાની સાચી દિશા.

ઘરમાં પિરામિડ રાખવાના ફાયદા :

વાસ્તુ નિષ્ણાંતોનું કહેવું છે કે ઘરમાં પિરામિડ રાખવાથી વ્યક્તિના જીવન પર સારી અસર પડે છે. વ્યક્તિને વેપાર, નોકરી અને કરિયરમાં ઘણી પ્રગતિ થાય છે.

પિરામિડમાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધુ હોય છે. આવી સ્થિતિમાં જો તેને તણાવગ્રસ્ત અથવા થાકેલા વ્યક્તિની પાસે રાખવામાં આવે તો તેનું મન શાંત થઈ જાય છે અને વ્યક્તિનો થાક દૂર થઈ જાય છે.

બાળકોના રૂમમાં પણ એકાગ્રતા વધારવા માટે સ્ટડી ટેબલ પર ક્રિસ્ટલનો પિરામિડ મૂકી શકાય છે.

તેને રાખવા માટેની યોગ્ય દિશા જાણો :

ઘરના દરેક સભ્યને સફળતા મળે તે માટે હંમેશા ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન દિશામાં પિરામિડ રાખો.

જો કોઈ વ્યક્તિને ઊંઘની સમસ્યા હોય તો ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં પિરામિડ રાખો. તેનાથી મનને શાંતિ મળે છે.

વ્યવસાયમાં સતત વૃદ્ધિ માટે તેને ઓફિસની કેબિનમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો.

જો પીરામીડને બીમાર વ્યક્તિના રૂમમાં બેડ પાસે લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેની અસર ખૂબ જ જલ્દી જોવા મળે છે.

સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે પિરામિડને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું શ્રેષ્ઠ છે.

જ્યારે ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય ત્યારે પિરામિડ લટકાવવું શુભ માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.