જોક્સ :
એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું.
તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં.
છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા!
ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડ પર એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’
જોક્સ :
બે મિત્રો પરસ્પર વાત કરી રહ્યા હતા.
એક બોલ્યો : છોકરી જયારે ફ્રેન્ડ બને છે તો ભલે લગ્ન વાળી ફીલિંગ ન આવે,
પણ જયારે તે બ્લોક કરે છે તો છૂટાછેડા વાળી ફીલિંગ જરૂર આવે છે.

જોક્સ :
નવવધૂએ પોતાના પતિને પૂછ્યું :
પ્રિયે શાહજહાંએ એની બેગમ માટે તાજમહેલ બનાવ્યો હતો.
તમે મારા માટે શું બનાવશો?
પતિ : રેશન કાર્ડ.
નવવધૂએ તે દી ખારું ભોજન જમાડ્યું ને પતિએ ચુપચાપ ખાવું પડ્યું.
જોક્સ :
જયેશ : મારી પત્ની તો ઝધડો થતાં જ પિયર જતી રહે છે.
કેનીલ : તું તો બહું નસીબદાર છે. મારી પત્ની તો ઝધડો થતાં જ પિયરવાળાને અહીં બોલાવી લે છે.
જોક્સ :
સોનુ : તું કઈ વાતથી પરેશાન છે?
મોનુ : યાર મારા ઘરવાળાથી.
સોનુ : કેમ તારા ઘરવાળાએ શું કર્યું?
મોનુ : જે દિવસે હું વિચારું છું કે કંઇક નવું કરીશ, તે દિવસે જ ઘરવાળા ઘઉં દળાવવા માટે આપી દે છે.
જોક્સ :
બસ કંડકટર : અરે ભાઈ, બસમાં જગ્યા છે, તો પણ કેમ બેસતા નથી?
પેસેન્જર : મને બેસવાનો સમય નથી, મારે તો જલ્દીથી છ ના શૉ માં પહોંચવું છે.
જોક્સ :
સોહન : શું તું તારી મમ્મીનું કહેવું માને છે?
મોહન : હા, બિલકુલ માનું છું, અરે હું તો એ જેટલું કહે છે એનાથી વધુ માનું છું.
સોહન : એ કેવી રીતે?
મોહન : જ્યારે મમ્મી કહે છે કે ફ્રિઝમાં મૂકેલી અડધી મિઠાઈ ખાઈ લે તો હું આખી ખાઈ જાઉં છું.
જોક્સ :
પાડોશી મહિલા : આ બાળકો કેટલા ગંદા છે, કીચડમાં રમીને બધું કીચડ પોતાના મોં પર લગાવી દે છે.
ચિન્ટુની મમ્મી : અરે યાર તું વાત જ જવા દે, કાલે તો મેં 10 બાળકોના મોં ધોયા ત્યારે જઈને મારું બાળક ઓળખાયું.
જોક્સ :
ડોક્ટર (દર્દીને) : જો તમે આ બીમારીમાંથી બચવા માંગતા હોય તો તમારે
બહુ ભીડભાડ ને માણસોથી ઉભરાતી જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.
દર્દી : એ શક્ય નથી સાહેબ.
ડોક્ટર : કેમ? એમાં શું વાંધો છે?
દર્દી : વાંધો? અરે, સાહેબ મારો ધંધો જ ખિસ્સાંકાતરુઓનો છે.
જોક્સ :
છગન : ફોર્ડ શું છે?
મગન : ગાડી.
છગન : અને ઓક્સફોર્ડ શું છે?
મગન : બળદગાડી.
જોક્સ :
પાડોશી મહિલા : જેણે મારી બારીનો કાચ ફોડ્યો એજ તમારો દીકરો છે ને?
પપ્પુ : ના, પેલો જે તમારી સ્કૂટીની હવા કાઢી રહ્યો છે ને તે મારો દીકરો છે.
જોક્સ :
અમથાલાલ પોતાનુ ખમિસ સાંધી રહ્યા હતા.
મોતીબેન (પાડોશી) : અરેરે અમથાલાલ! આ તમે શું કરી રહ્યા છો?
તમે તો પરણેલા હોવા છતાં આ ફાટેલું ખમિસ સાંધી રહ્યા છો?
અમથાલાલ : તે શું પરણેલા પુરુષોના કપડાં ફાટતા નહીં હોય?