જોક્સ :
માસ્ટર : ‘એકતામાં શક્તિ છે’ તેનું એક ઉદાહરણ આપો?
વિદ્યાર્થી : ખિસ્સામાં એક બીડી હોય તો તૂટી જાય છે અને આખું પેકેટ હોય તો તૂટતું નથી.
માસ્ટર બેભાન થઈ ગયા.
જોક્સ :
જો કોઈના બાળકો સવારે વહેલા ઉઠવામાં નખરા કરે,
તો આ એક ઉપાય અજમાવો, તે આપોઆપ ઉઠી જશે,
તેની પાસે જઈને તેના કાનમાં કહો કે,
તારા પપ્પા તારો મોબાઈલ ચેક કરી રહ્યા છે.
જોક્સ :
મોન્ટુ : પપ્પા શું હું ભગવાન જેવો દેખાઉં છું?
પપ્પા : ના, પણ તું આમ કેમ પૂછે છે?
મોન્ટુ : કારણ કે પપ્પા, હું જ્યાં જાઉં ત્યાં બધા કહે છે કે હે ભગવાન તું ફરી આવી ગયો.
જોક્સ :
છગને પોતાના મિત્ર મગનને ડિનર માટે બોલાવ્યો.
જ્યારે મગન તેના ઘરે ગયો તો દરવાજા પર તાળું હતું,
અને એક કાગળ લટકાવ્યું હતું જેમાં લખ્યું હતું,
મેં તને મૂર્ખ બનાવ્યો, મેં તને મૂર્ખ બનાવ્યો.
મગને પોતાની બુદ્ધિ વાપરી અને તેની નીચે લખ્યું,
હું આવ્યો જ નથી, હું આવ્યો જ નથી.

જોક્સ :
શિક્ષક : બાળકો, શું તમે ચીની ભાષા વાંચી શકો છો?
વિદ્યાર્થી : હા.
શિક્ષક : કેવી રીતે?
વિદ્યાર્થી : જો તે ગુજરાતી કે હિન્દીમાં લખી હોય તો.
જોક્સ :
ચોરી કરીને ચોર ઘર છોડીને જઈ રહ્યો હતો
એટલામાં બાળક ઊભો થયો અને ચોરને કહેવા લાગ્યો કે,
મારી સ્કૂલ બેગ અને બધા ચોપડા લઈ જા નહીંતર બુમાબુમ કરી દઈશ.
જોક્સ :
શિક્ષક : મને કહો બાળકો, વાસ્કો દ ગામા ભારત ક્યારે આવ્યા હતા?
મુકેશ : શિયાળામાં આવ્યા હતા.
શિક્ષક : શું તું પાગલ છે? આવું તને કોણે શીખવાડ્યું?
મુકેશ : ટીચર તમારી કસમ, મેં ચોપડીમાં ફોટો જોયો છે,
તેમણે કોટ પહેર્યો હતો.
જોક્સ :
પતિ (ગુસ્સામાં) : તું એ મને કૂતરો કીધો?
પત્નીએ જવાબ ન આપ્યો.
પતિએ ફરી પૂછ્યું : તું એ મને કૂતરો કીધો?
પત્ની : મેં તને કૂતરો નથી કીધો પણ પ્લીઝ હવે ભસવાનું બંધ કરો.
જોક્સ :
પપ્પા : હું ઈચ્છું છું કે તું એવું સારું કામ કરે કે તારું નામ દુનિયાના ચારેય ખૂણામાં ફેલાઈ જાય.
દીકરો : પપ્પા, હું કામ તો કરીશ, પણ એક સમસ્યા છે.
પપ્પા : કઈ?
દીકરો : આ દુનિયા ગોળ છે, તેને ચાર ખૂણા નથી, તો મારું નામ કેવી રીતે ફેલાશે.
જોક્સ :
કોઈ ભેટ આપે ત્યારે,
અમેરિકા વાળા : થેન્ક યુ, સચ અ બ્યુટીફૂલ ગિફ્ટ.
ભારત વાળા – અરે… આની શું જરૂર હતી.
જોક્સ :
ચિન્ટુ : યાર ફિલ્મોમાં વપરાતા તકિયા ક્યાં મળે છે?
જેનાથી હીરો હિરોઈન મસ્તી કરે તો તેમાંથી પીંછા નીકળે છે?
પિન્ટુ : તારે એનું શું કરવું છે?
ચિન્ટુ : અરે ગઈકાલે મેં મારી બહેનને ઓશીકાથી માર્યું તો બે મિનિટ માટે તેને ચક્કર આવી ગયા હતા.
જોક્સ :
મને બે પ્રકારની છોકરીઓ બિલકુલ પસંદ નથી.
પહેલી મારી સાથે વાત ન કરનાર,
અને બીજી બીજા છોકરાઓ સાથે વાત કરનાર.
જોક્સ :
જેઠાલાલ પોતાના ઘરમાં ટીવી જોઈ રહ્યો હતો.
અચાનક તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, ના… ના…. ઘોડા પરથી ઉતરતો નહીં,
આ ષડયંત્ર છે, તું દુઃખી થઈશ, આજીવન પસ્તાવો થશે.
અવાજ સાંભળી તેની પત્ની દોડતી દોડતી ત્યાં આવી અને પૂછ્યું,
અરે… ટીવીમાં શું જુઓ છો? આટલી બુમાબુમ કેમ કરો છો?
જેઠાલાલ : આપણા લગ્નની ડીવીડી જોઈ રહ્યો છું.
જેઠાલાલની બંને આંખો સોજી ગઈ હોવાથી હવે તે કાંઈ જોઈ શકતો નથી.