શું પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા રહે છે, તો ગ્રહ હોઈ શકે છે તેનું કારણ, જાણો તેના ઉપાય.

0
667

પતિ પત્નીના ઝગડાને દૂર કરવાના જ્યોતિષ ઉપાય, જે સંબંધોમાં વધેલું અંતર ઓછું કરે છે.

વ્યસ્ત દિનચર્યામાં પતિ-પત્ની એકબીજા સાથે આરામથી સમય પસાર કરી શકતા નથી. સમયની તંગી અને બીજા ઘણા કારણોને લીધે તેમની વચ્ચે ગેરસમજણ પણ સર્જાય છે. આવી સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે રોજેરોજ ઝઘડા થવા લાગે છે, જેનાથી તેમના સંબંધો નબળા પડી જાય છે. કેટલીકવાર આ ઝઘડાઓ પતિ-પત્ની વચ્ચે એટલી ઊંડી તિરાડ પેદા કરે છે કે તેને દૂર કરવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, જ્યોતિષ શાસ્ત્રના કેટલાક અસરકારક ઉપાયો અજમાવી શકાય છે, જે પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધારી શકે છે આ ઉપાયો :

જ્યોતિષ શાસ્ત્રમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારવા, તેમના દાંપત્ય જીવનને સુધારવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો આ ઉપાયો અપનાવવામાં આવે તો થોડા સમયમાં જ ફરક દેખાવા લાગે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો પતિ-પત્ની વચ્ચે રોજ ઝગડા થતા હોય તો સાથે બેસીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. ઘી નો દીવો પ્રગટાવો. શિવ ચાલીસા વાંચો અને તમારા સંબંધોની સુધારણા માટે પ્રાર્થના કરો.

સારા દાંપત્ય જીવન માટે કુંડળીમાં ગુરુ ગ્રહનું શુભ સ્થિતિમાં હોવું જરૂરી છે. જો આમ ન થાય તો સંબંધોમાં મધુરતા નથી રહેતી અને ઉતાર-ચઢાવ, સમસ્યાઓ શરૂ જ રહે છે. આવી સ્થિતિમાં ગુરુને મજબૂત કરવા માટે હળદરની 7 ગાંઠ લો અને તેને પીળા દોરામાં બાંધો. ત્યારબાદ તેને જમણા હાથમાં રાખીને ભગવાન વિષ્ણુના મંત્ર ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ નો ઓછામાં ઓછો 21 વાર જાપ કરો.

તમે આ જાપ સાત, અગિયાર કે એકવીસ વખત કરી શકો છો. ત્યારબાદ મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુને હળદરની ગાંઠ અર્પણ કરો. લગ્નજીવન સુખી રહે તે માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો.

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા જીવનમાં સુખ-સમૃદ્ધિ આપે છે. તેમજ સાથે મળીને તેમની પૂજા કરવાથી, દર્શન કરવાથી લગ્નજીવન સુધરે છે. દર શુક્રવારે વિષ્ણુજી અને લક્ષ્મીજીની પૂજા કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.