એપ્રિલમાં શનિના કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ આ 2 રાશિઓને શનિના પ્રકોપથી મળશે મુક્તિ.

0
1464

શનિનું કુંભ રાશિમાં ગોચર થતાં જ આ 2 રાશિના લોકોને મળશે રાહત, જાણો કઈ છે એ રાશિઓ.

ગ્રહ ગોચરની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ વિશેષ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. એપ્રિલમાં જ કર્મના દાતા શનિદેવ પણ પોતાની રાશિ બદલી નાખશે. શનિનું આ રાશિ પરિવર્તન અઢી વર્ષ પછી થવાનું છે. 29 એપ્રિલે શનિ પોતાની રાશિમાં એટલે કે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 30 વર્ષ પછી આ રાશિમાં શનિનું ગોચર થશે. જાણો કઇ રાશિના લોકોને શનિના આ રાશિ પરિવર્તનને કારણે શનિ ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) થી મુક્તિ મળશે.

એપ્રિલમાં આ રાશિના લોકોને શનિ ઢૈય્યાથી મળશે મુક્તિ : શનિ 29 એપ્રિલે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિનો આ રાશિમાં પ્રવેશ થતાં જ મિથુન અને તુલા રાશિના લોકોને શનિ ઢૈય્યામાંથી મુક્તિ મળશે. તમને જણાવી દઈએ કે 24 જાન્યુઆરી, 2022 થી આ બંને રાશિઓ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. શનિ સાડાસાતીની જેમ શનિ ઢૈય્યા પણ લોકોના જીવનને પ્રભાવિત કરે છે. ફરક માત્ર એટલો છે કે શનિ સાડાસાતીનો સમયગાળો સાડા સાત વર્ષનો હોય છે અને શનિ ઢૈય્યાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે.

એપ્રિલમાં આ રાશિઓ પર શરૂ થશે શનિ ઢૈય્યા : જ્યાં એક તરફ મિથુન અને તુલા રાશિના લોકોને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે. તો બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિ ઢૈય્યા શરૂ થશે. ત્યારબાદ 29 માર્ચ 2025 સુધી શનિ આ રાશિઓ પર રહેશે. એપ્રિલથી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોનો મુશ્કેલ સમય શરૂ થશે.

2022 માં શનિ બે વખત રાશિ બદલશે : આ વર્ષે શનિની રાશિ એક વાર નહીં પણ બે વખત બદલાશે. પહેલીવાર શનિ 29 એપ્રિલે રાશિ પરિવર્તન કરશે. આ પછી તે 5 જૂને વક્રી થઇ જશે. પછી 12 જુલાઈના રોજ વક્રી સ્થિતિમાં જ તે પોતાની અગાઉની ગોચર રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તે 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે. આ પછી પોતાનું ગોચર પાછું કુંભ રાશિમાં શરૂ કરશે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.