બિલાડી, કુતરા વગેરેની આંખો અંધારામાં ચમકે છે, પણ માણસ નહિ ચમકતી, જાણો તેની પાછળનું રહસ્ય.

0
301

ઘણા પ્રાણીઓની આંખો અંધારામાં કેમ ચમકે છે, તેનું કારણ ઘણું ચોંકાવનારું છે.

ઘણી વખત તમે બિલાડી, કૂતરા કે ગાય જેવા પાળેલા પ્રાણીઓને રાત્રે જોયા હશે, તો તમે એક વાત તો નોંધી જ હશે કે તેમની આંખો અંધારામાં ચમકવા લાગે છે. પરંતુ આ ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે જ્યારે પણ તેમની આંખો રાત્રે ચમકે છે, ત્યારે તે ખૂબ જ વિચિત્ર લાગે છે. આટલું જ નહીં, પરંતુ તમે ઘણી વખત વિચાર્યું હશે કે તેમની આંખો રાતના સમયે કેમ ચમકે છે?

માનવ આંખોથી અલગ હોય છે :

આજે તમને આ વાતનો જવાબ મળવાનો છે. કેટલાક અહેવાલો અનુસાર, પ્રાણીઓની આંખો માનવીઓ કરતા તદ્દન અલગ માનવામાં આવે છે. પ્રાણીઓને કુદરત તરફથી વરદાન મળ્યું છે કે તેઓ રાત્રિના સમયે અંધારામાં અથવા ઓછા પ્રકાશમાં સરળતાથી જોઈ શકે છે. તેમને આવી ખાસ આંખોની જરૂર છે જેથી તેઓ શિ-કા-ર કરી શકે અથવા તેમના શિ-કા-રી-ઓ-થી બચી શકે. રાત્રિના અંધારામાં બિલાડીની પ્રજાતિની આંખો ચમકવા લાગે છે. જેમાં સિંહ, વાઘ અને ચિત્તા જેવા પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે.

આ તફાવત છે :

જાણકારી માટે જણાવી દઈએ કે અંધારામાં માણસો કરતાં પ્રાણીઓ વધુ સારી રીતે જુએ છે. રાત્રિના અંધારામાં, બિલાડીઓ સાથે અન્ય ઘણા પ્રાણીઓ છે જેમની આંખોની પૂતળીઓ ધણી મોટી હોય છે. જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે માનવીઓની આંખોની પૂતળીઓ કરતા 50 ટકાથી વધુ મોટી માનવામાં આવે છે.

તે ઉપરાંત બિલાડીઓની આંખોમાં જે પ્રકાશ-સંવેદનશીલ કોષો (લાઈટ સેંસેટિવ સેલ) હોય છે, તે માનવીઓ કરતા વધારે પ્રમાણમાં હોય છે, જેને રોડ્સ કહેવામાં આવે છે. આ કારણથી આ પ્રાણીઓ અંધારામાં પણ માણસો કરતાં વધુ સારી રીતે જુએ છે.

શા માટે પ્રાણીઓની આંખો અંધારામાં ચમકે છે?

અંધારામાં પ્રાણીઓની આંખો કેમ ચમકે છે? તેનું કારણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. પ્રાણીઓના રેટિનાની પાછળ ટેપટમ લૂસીડમ નામની પેશી (ટિશ્યુ) હોય છે. આ પ્રકારની પેશી માનવ આંખમાં હોતી નથી. તેને આઈ શાઇન પણ કહેવાય છે. આ પ્રકારના ટિશ્યુ પ્રકાશ ગ્રહણ કરે છે અને સિગ્નલ બનાવીને મગજમાં મોકલવાનું શરૂ કરે છે. જેના કારણે અંધારામાં પણ મગજ સામે દેખાતી વસ્તુઓને ખૂબ જ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે છે. આ કારણે અંધારામાં તેમની આંખો ચમકવા લાગે છે.

તમને જણાવી દઈએ કે બિલાડીનું ટેપડમ લૂસીડમ ટિશ્યુ ક્રિસ્ટલ જેવા કોષોથી બનેલું હોય છે. તે કાચની જેમ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને તેને રેટિનામાં મોકલવાનું શરૂ કરે છે. જેના કારણે પ્રાણીઓ દરેક ચિત્ર સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તમે કદાચ નહિ જાણતા હોવ કે દરેક પ્રાણીની આંખો અંધારામાં ચમકતી નથી. કેટલાક એવા પાળેલા કૂતરાઓને પણ હોય છે જેમાં આ શક્તિ નથી હોતી. તમને જણાવી દઈએ કે માછલીઓને પણ આવી આંખો મળે છે કારણ કે તેમણે પાણીના અંધારામાં વસ્તુઓ જોવાની જરૂર પડે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.