પોષક તત્વોથી ભરપુર હોય છે આંબળાના બીજ, જૂની કબજિયાતથી લઈને સ્કીન પ્રોબ્લેમ પણ કરે છે દુર.
ઠંડીમાં આંબળા ખાવા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે (Indian Gooseberry). સ્વાદમાં કષાય સ્વાદના આંબળા આરોગ્ય માટે કોઈ ખજાનાથી ઓછા નથી. તે ઈમ્યુનીટી વધારવાથી લઈને પેટની સમસ્યાઓ વગેરેને દુર રાખે છે અને સ્કીન અને વાળને પણ હેલ્દી બનાવે છે. પણ શું તમે જાણો છો કે આંબળાના બીજ પણ ડઝનો બીમારીઓથી દુર રાખવાનું કામ કરે છે?
આંબળાના બીજમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન – બી કોમ્પ્લેક્સ, કેરોટીન, આયરન અને ફાઈબર જેવા ઘણા પોષક તત્વ રહેલા હોય છે. તેને તમે તડકામાં થોડા દિવસ સુકવીને તેનો પાવડર બનાવીને જો પાણી સાથે પીવો તો આરોગ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં ફાયદો મળી શકે છે. તો આવો જાણીએ કે આંબળાના બીજ કઈ સમસ્યાઓમાં ફાયદાકારક બની શકે છે.

આંબળાના બીજના ફાયદા :
(1) સ્કીન પ્રોબ્લેમ થાય છે દુર : જો તમે લાંબા સમયથી ધાધર, ખરજવું અને ખંજવાળ જેવી સ્કીનની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો તમે આંબળાના બીજનો ઉપયોગ કરી શકો છો. તે એ સમસ્યાઓને દુર કરે છે અને સ્કીનને પ્રોબ્લેમ ફ્રી બનાવે છે. તેના માટે તમે સુકા આંબળાના બીજ પીસીને નારીયેલ તેલમાં મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને તમે તે ભાગ લગાવો. તેનાથી ત્વચા સંબંધિત રોગોમાં આરામ મળે છે.
(2) કબજિયાત દુર કરે : જો તમે જૂની કબજિયાતથી પરેશાન છો તો આંબળાના બીજ ઘણા ફાયદાકારક સાબિત થઇ શકે છે. કબજિયાત માંથી રાહત મેળવવા માટે તમે આંબળાના બીજને પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યાર પછી તમે આ પાવડરનું સેવન ગરમ પાણી સાથે કરી શકો છો. તેનાથી તમારી કબજિયાતની સમસ્યા દુર થઇ જશે.
(3) હેડકી (હિચકી) કરે બંધ : જો અચાનક વધુ હેડકી આવવા લાગે તો તેમાંથી તરત રાહત મેળવવા માટે તમે આંબળાના બીજના પાવડરનું મધ સાથે સેવન કરી શકો છો. તેનાથી થોડી જ મીનીટોમાં તમારી હેડકી દુર થઇ જશે.
(4) નકસીર એટલે નાકમાંથી લોહી આવવાનું બંધ કરે : ઘણા લોકોને હંમેશા નાક માંથી લોહી આવવાની સમસ્યા રહે છે જેને નાકોડી ફૂટવી કે નકસીર પણ કહે છે. આ સમસ્યા મોટાભાગે વધુ ગરમી દરમિયાન થાય છે. જો તમે આ સમસ્યાથી બચવા માંગો છો તો આંબળાના બીજને પાણીમાં પીસીને તેની પેસ્ટ બનાવો. ત્યાર પછી આ પેસ્ટને તમારા માથા ઉપર લગાવીને સીધા સુઈ જાવ. તેનાથી તમારા શરીરમાં ઠંડક પહોંચશે અને તમને આરામ મળશે.
(5) આંખો માટે ફાયદાકારક : આંખોમાં ખંજવાળ, બળતરા, લાલાશની ફરિયાદ ઉભી થાય તો આંબળાના બીજને પીસીને આંખો ઉપર અને નીચે લગાવવાથી ફાયદો મળે છે. તે ઉપરાંત એક બે ટીપા આંબળાનો રસ આંખમાં નાખવાથી આંખના દુઃખાવામાં પણ આરામ મળે છે.
(6) ધાતુરોગમાં ફાયદાકારક : આંબળાના બીજ વીર્યવર્ધક હોય છે. તમે આંબળાના 10 ગ્રામ બીજને તડકામાં સુકવી લો અને પીસીને ચૂર્ણ બનાવી લો. હવે તેમાં 20 ગ્રામ સાકરનો પાવડર મિક્સ કરીને મૂકી દો. સવાર સાંજ ખાલી પેટ 1 ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર મિક્સ કરીને 15 દિવસ સતત સેવન કરો. તેનાથી સ્વપ્નદોષ, શુક્રમેહ વગેરે સમસ્યા દુર થાય છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને જાણકારી સામાન્ય જાણકારીઓ ઉપર આધારિત છે અમે તેની પુષ્ટિ નથી કરતા. તેની ઉપર અમલ કરતા પહેલા નિષ્ણાંતનો સંપર્ક કરો.)
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.