સુરતનો આ અનોખો પરિવાર જમીનમાં નહીં પણ વેલા પર બટાકા ઉગાડે છે, જાણો કેવી રીતે.

0
1398

અહીં બટાકા જમીનની અંદર નહીં પણ બહાર વેલા પર ઉગે છે, જાણીને થઈ જશો ચકિત.

બટેટા એક ખૂબ જ સામાન્ય શાકભાજી છે, જે દરેક ભારતીય ઘરમાં ખાવામાં આવે છે. તેમજ તે જાણીતું છે કે બટાટા જમીનની અંદર ઉગે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે સુરતમાં એક એવો અનોખો પરિવાર છે, જે બટાટા જમીનમાં નહીં, પરંતુ વેલા પર ઉગાડે છે. આ કેવી રીતે થાય છે અને તે કયો પરિવાર છે, અમે તમને આ વિશેષ લેખમાં તેના વિષે માહિતી આપવાના છીએ. આવો હવે આ અનોખા પરિવાર અને તેઓ જે ખાસ બટાકા ઉગાડે છે (Potatoes In Vines) તેના વિશે વિગતવાર જાણીએ.

સુરતનો પરિવાર : ભારતમાં એવા ઘણા પરિવારો છે, જેઓ ઘરે જ પોતાના નાના બગીચામાં ફળો અને શાકભાજી ઉગાડવાનું કામ કરે છે. તેમજ મહામારી દરમિયાન ઘણા ભારતીયોનો રસ સજીવ ખેતી તરફ વધ્યો છે. આજે અમે તમને સુરતના એક એવા પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગાર્ડનિંગ માટે પ્રખ્યાત છે. આ પરિવારના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા સાથે મળીને ગાર્ડનિંગ કરે છે. આ પરિવાર સુભાષ સુરતીનો છે, જેઓ વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવા ઉપરાંત વેલા પર બટાકા ઉગાડવાનું કામ પણ કરે છે.

400 થી વધુ ઝાડ-છોડ : બેટર ઈન્ડિયા અનુસાર સુરતના આ પરિવારે પોતાના ઘરના બગીચામાં 400 થી વધુ વૃક્ષો અને છોડ વાવ્યા છે. કહેવાય છે કે આ પરિવાર લાંબા સમયથી બાગકામ કરે છે.

તેમજ જ્યારે સુભાષ સુરતીએ 15 વર્ષ પહેલાં પોતાનું નવું ઘર લીધું હતું, ત્યારે તેમણે ખાસ કરીને બાગાયત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેથી ગાર્ડનિંગ સારી રીતે કરી શકાય, સુભાષ સુરતીએ સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (surat krishi vigyan kendra) માંથી ટેરેસ ગાર્ડનિંગ (terrace gardening) નો કોર્સ પણ કર્યો છે. આ કોર્સમાં તેમણે ઋતુ પ્રમાણે વૃક્ષો અને છોડ વાવવા સંબંધિત માહિતી મેળવી હતી. જણાવી દઈએ કે સુભાષ વ્યવસાયે એન્જિનિયર છે.

વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી : મળતી માહિતી મુજબ, સુભાષ સુરતીના પરિવારે 5-6 જાતના ફળો અને શાકભાજીનું વાવેતર કર્યું છે. સાથે જ ફળોમાં જામફળ, આમળા, સ્ટાર ફ્રૂટ, કેળા, ફાલસા અને દાડમનું વાવેતર થયું છે. આ સાથે કોબીજ, ફ્લાવર, બ્રોકલી, મેથી, રીંગણ, ધાણા, કારેલા, કોળું વગેરે શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. આ સાથે જ સુભાષ સુરતીએ પોતાના બગીચામાં 15 પ્રકારના ઔષધીય છોડ પણ રોપ્યા છે. આ ઉપરાંત તેઓ ગુલાબ, રાત રાણી અને મોગરા જેવા ફૂલો પણ ઉગાડે છે.

સુભાષ સુરતી કહે છે કે, તેઓ તેમના ઘર માટે 30 ટકા મોસમી શાકભાજી બગીચામાંથી જ મેળવે છે. તેમજ તે બાગકામ પ્રત્યેના પોતાના શોખનો શ્રેય પોતાના માતાપિતાને આપે છે. તેઓ કહે છે કે, “માતા-પિતાને જોઈને મારામાં બાગકામનો શોખ જન્મ્યો હતો અને આજે મારી સાથે મારા બાળકોને પણ આ શોખ છે.”

1000 ચોરસ ફૂટ ટેરેસ પર ગાર્ડનિંગ : સુભાષ સુરતી પોતાના ઘરના આંગણાની સાથે ટેરેસના લગભગ 1000 ચોરસ ફૂટની જગ્યામાં ગાર્ડનિંગ કરે છે. તેમણે ઘરના આંગણામાં આમળા અને જામફળ જેવા મોટા વૃક્ષો વાવ્યા છે, જ્યારે બાકીના છોડ ઘરની છત પર ઉગાડ્યા છે. સુભાષ કહે છે કે, “ઝાડ અને છોડને સારી રીતે ઉછરવા માટે સૂર્યપ્રકાશ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી હું તેમને ટેરેસ પર ઉગાડું છું”.

વેલા પર ઉગાડે છે બટાટા : અન્ય ફળો અને શાકભાજી ઉપરાંત, તે એક અનોખા બટાટા ઉગાડે છે, જે જમીનમાં નહીં પણ વેલા પર ઉગે છે. હકીકતમાં, તે બટાકાની એક ખાસ પ્રજાતિ છે, જે વેલા પર ઉગે છે. તેને અંગ્રેજીમાં Air Potato (Potatoes In Vines) તરીકે ઓળખવામાં આવે છે. સુભાષ ગીરના જંગલમાંથી બટાકાની આ દુર્લભ પ્રજાતિ લાવ્યા હતા. લગભગ બે વર્ષની મહેનત બાદ બટાટા ઉગવા લાગ્યા છે. બે વર્ષ પહેલા વાવેલો આ છોડ હવે 25 ફૂટ લાંબો વેલો બની ગયો છે, જે છત સુધી પહોંચી ગયો છે. સુભાષ જણાવે છે કે તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે.

આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. તો આને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.