તમે સવારે જે ગીત સાંભળ્યું હોય તે આખો દિવસ તમારી જીભ પર કેમ રહે છે, શું તમને તેનું કારણ ખબર છે.
તમે ઘણી વાર એવું નોંધ્યું હશે કે જો આપણે વહેલી સવારે કોઈ ગીત સાંભળ્યું હોય, તો તે આખો દિવસ આપણા મગજમાં નાચતું રહે છે અને આપણે આખો દિવસ તે ગણગણાવતા રહીએ છીએ. પછી ભલે આખા દિવસમાં ગમે તેટલા ગીતો સાંભળો, પણ જે ગીત મનમાં વહેલી સવારથી આવ્યું હોય છે, પછી તેની ધૂન રાત સુધી ઉતરતી નથી. દિવસભર જીભ પર તેની ધૂન રહે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે?
તેની પાછળનું વિજ્ઞાન જાણો :
તેની પાછળનું કારણ જાણવા માટે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે, શું જીભની કોઈ ભૂલ છે કે આપણા કાનની ભૂલ છે. એ પછી જાણવા મળ્યું કે મગજની વિશેષ કામગીરીને કારણે આવું થાય છે. વિજ્ઞાનમાં એક શબ્દ છે ઇયરવોર્મ્સ (Earworms). અને આ વસ્તુ પાછળ ઇયરવોર્મ્સ કામ કરે છે. આ આપણા મગજમાં કામ કરતી સંવેદના છે અથવા એમ કહીએ કે મગજમાં થવા વાળી ખંજવાળ છે.

આ કારણે થાય છે એવું :
આ અંગે અમેરિકન સાયકોલોજી એસોસિએશનના જર્નલ દ્વારા એક સંશોધન પેપર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ અનુસાર, અલગ ટ્યુન યાદ રાખવું એ સૌથી સરળ બાબત છે. આના પર સંશોધન માટે, ડાર્ટમાઉથ યુનિવર્સિટી (Dartmouth University) ના સંશોધકોએ એક જ ગીત ઘણા લોકોને સંભળાવ્યું. આ એવું ગીત હતું જે તેણે પહેલા પણ સાંભળ્યું હતું. પછી ગીત બંધ કરી દીધુ. એ પછી આ લોકોનો ‘ઓર્ડેટરી કોર્ટેક્સ’ નો ભાગ સક્રિય થઈ ગયો.
99% લોકો સાથે આવું બન્યું છે :
જેમને પણ આ ગીત સંભળાવ્યું હતું. તેમણે આ ગીત સતત ગણગણવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે મગજની ખંજવાળને કારણે જો કોઈ ધૂન મધુર હોય તો તે મગજમાં અટકી જાય છે. એક રીતે જોઈએ તો ઑડિટરી કૉર્ટેક્સ માનવ મગજનો એક એવો ભાગ છે, જે એક વાર કોઈ વાત સાંભળ્યા પછી અલગ પ્રતિક્રિયા આપે છે. તમને એ જાણવું રસપ્રદ લાગશે કે 99 ટકા લોકો કોઈને કોઈ સમયે આ સ્થિતિનો ભોગ બન્યા છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.