2.5 વર્ષ પછી શનિદેવ બદલવા જઈ રહ્યા છે પોતાની રાશિ, જાણો કઈ રાશિવાળાને મળશે તેમની દશમાંથી મુક્તિ

0
2220

જલ્દી જ આ રાશિઓ વાળાનો શુભ સમય થશે શરુ, મળશે શનિની સાડાસાતીથી મુક્તિ.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા, કર્મફળ આપનાર અને દંડાધિકારી તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવ વ્યક્તિના સારા-ખરાબ કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવની અશુભ દૃષ્ટિથી માત્ર મનુષ્યો જ નહિ પરંતુ દેવતાઓ પણ ધ્રુજી ઉઠે છે. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ પર શનિ પોતાની કૃપા વરસાવે છે, તેને ધનવાન બનાવે છે અને જે વ્યક્તિ પર શનિની અશુભ દૃષ્ટિ પડે છે તે વ્યક્તિ રંક બની જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ શનિદેવના પ્રભાવને ઘટાડવાના ઉપાયો કરતા રહેવા જોઈએ.

વ્યક્તિની કુંડળીમાં શનિની સાડાસાતી અથવા ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ની શરૂઆત થવા પર વ્યક્તિને શિક્ષણ, નોકરી, કરિયર, બિઝનેસ, દાંપત્ય જીવન, પ્રેમ સંબંધ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જેવી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવની કૃપા તેમના પર બની રહે. આવો જાણીએ આ સમયે કઈ રાશિ પર શનિદેવની સાડાસાતી અને શનિ ઢૈય્યા ચાલી રહી છે.

શનિની સાડાસાતી : હાલમાં ધનુ, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાત ચાલી રહી છે. જ્યોતિષના મતે શનિ ખૂબ જ ધીમો ગ્રહ છે. આ જ કારણ છે કે શનિદેવને એક રાશિથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લાગે છે.

શનિનો અઢી વર્ષનો પ્રકોપ : મિથુન અને તુલા રાશિ પર હાલ શનિનો અઢી વર્ષનો પ્રકોપ ચાલી રહ્યો છે. શનિના અઢી વર્ષનો પ્રકોપ દરમિયાન વ્યક્તિએ કામમાં સફળતા મેળવવા માટે પડકારોનો સામનો કરવો પડે છે.

2022 માં શનિ ક્યારે રાશિ બદલશે? આ સમયે શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. 29 મી એપ્રિલ 2022 ના રોજ શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. મકર અને કુંભ રાશિ શનિ દેવની રાશિ માનવામાં આવે છે, કારણ કે આ રાશિઓના સ્વામી ગ્રહ શનિ છે. આ કારણથી શનિદેવ આ રાશિ સાથે જોડાયેલા લોકો પર વિશેષ કૃપાળુ હોય છે.

મિથુન, તુલા અને ધનુ રાશિના લોકોને શનિનું કુંભ રાશિમાં ગોચર શરૂ થતાં જ શનિની દશામાંથી મુક્તિ મળશે. જેમાં મિથુન અને તુલા રાશિના જાતકોને શનિના અઢી વર્ષના પ્રકોપથી મુક્તિ મળશે અને ધનુ રાશિના લોકોને શનિની સાડાસાતીથી મુક્તિ મળશે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.