શ્રાવણ પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રાવણ પુત્રદા એકાદશીનો ઉપવાસ કરવાથી વાજપેયી યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. પુત્રદા એકાદશી વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે. પોષ સુદ એકાદશી અને શ્રાવણ સુદ એકાદશી બંનેને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે.
ગ્રેગોરીયન કેલેન્ડર મુજબ પોષ સુદ એકાદશી ડીસેમ્બર કે જાન્યુઆરીમાં આવે છે, જયારે શ્રાવણ સુદની પુત્રદા એકાદશી શ્રાવણ મહિનામાં ઓગસ્ટ મહિનામાં આવે છે. અને દક્ષીણ ભારતમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું મહત્વ વધુ છે. માન્યતા છે કે આ ઉપવાસ કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, અને મ-રૂ-ત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ પુત્રદા એકાદશી ક્યારે છે?
હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ સુદ એકાદશીણે પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન ઓગસ્ટ મહિનામાં આવે છે. આ વખતે પુત્રદા એકાદશી 8 ઓગસ્ટના રોજ છે.
પુત્રદા એકાદશી તારીખ :
પુત્રદા એકાદશી 8 ઓગસ્ટ 2022 ના રોજ છે. આને પવિત્રા એકાદશી પણ કહે છે.
પુત્રદા એકાદશી મુહૂર્ત :
એકાદશી તિથિ શરૂઆત : ઓગસ્ટ 7 2022 ના રોજ રાત્રે 11 વાગીને 50 મિનિટે
એકાદશી તિથિ સમાપ્ત : ઓગસ્ટ 8 2022 ના રોજ રાત્રે 9 વાગ્યે
પારણાંનો સમય : 9 ઓગસ્ટ સવારે 5 વાગીને 47 મિનિટથી 8 વાગીને 27 મિનિટ સુધી
શ્રાવણ પુત્રદા એકાદશીનું મહત્વ :
દક્ષીણ ભારતમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રાવણ પુત્રદા એકાદશીનો ઉપવાસ કરવાથી વાજપેયી યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ વ્રતની અસરથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે નિઃસંતાન દંપતી જો પુરા તન, મન અને શ્રદ્ધાથી આ ઉપવાસ કરે, તો તેને સંતાન સુખ જરૂર મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે, જો કોઈ પુત્રદા એકાદશીના ઉપવાસની વાર્તા વાંચે છે, સંભળાવે છે કે સાંભળે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
શ્રાવણ પુત્રદા એકાદશીના ઉપવાસની વિધિ :
એકાદશીના દિવસે સવારે ઉઠીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો.
પછી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
હવે ઘરના મંદિરમાં શ્રી હરી વિષ્ણુની મૂર્તિ કે ફોટા સામે દીવડો પ્રગટાવીને ઉપવાસનો સંકલ્પ લો.
ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટાને સ્નાન કરાવો અને વસ્ત્ર પહેરાવો.
હવે ભગવાન વિષ્ણુને નીવેધ અને ફળોનો ભોગ ચડાવો. પૂજામાં તુલસી, મોસંબી ફળ અને તલનો ઉપયોગ કરો.
ત્યાર બાદ શ્રી હરી વિષ્ણુની ધૂપ-દીવા પ્રગટાવીને વિધિસર પૂજા અર્ચના કરો અને આરતી ઉતારો.
આ દિવસે આખો દિવસ ભોજન ન લેવું. સાંજના સમયે વાર્તા સાંભળ્યા પછી ફળાહાર કરો.
રાત્રીના સમયે જાગરણ કરીને ભજન કીર્તન કરો.
બીજા દિવસે એટલે કે બારસના રોજ બ્રાહ્મણોને ભોજન કરાવો અને યથાશક્તિ દાન આપો.
છેલ્લે પોતે પણ ભોજન કરી ઉપવાસના પારણા કરો.
શ્રાવણ પુત્રદા એકાદશી ઉપવાસની વાર્તા :
શ્રી પદ્મપુરાણ મુજબ દ્વાપરયુગમાં માહિષ્મતીપૂરીના રાજા મહીજીત હતા. તે ઘણા શાંતિપ્રિય અને ધર્મપ્રિય હતા. પરંતુ તેને કોઈ સંતાન ન હતું. રાજાના શુભચિંતકોએ તે વાત મહામુની લોમેશને જણાવી, તો તેમણે તેને જણાવ્યું કે રાજન પૂર્વ જન્મમાં એક અત્યાચારી, ધનહીન વૈશ્ય હતા. આ એકાદશીના દિવસે બપોરના સમયે તે તરસથી વ્યાકુળ થઈને એક તળાવ પાસે ગયા, તો ત્યાં ગરમીથી પીડિત એક તરસી ગાયને પાણી પીતી જોઇને તેમણે તેને અટકાવી દીધી અને પોતે પાણી પીવા લાગ્યા.
રાજાનું એવું કરવું ધર્મ અનુરૂપ ન હતું. પોતાના પૂર્વ જન્મના કર્મોના ફળસ્વરૂપ તે આ જન્મમાં રાજા તો બન્યા, પરંતુ તે એક પાપને કારણે સંતાન વિહીન છે. પછી એમણે જણાવ્યું કે, રાજાના તમામ શુભચિંતકો જો શ્રાવણ સુદની એકાદશી તિથીનો વિધિ પૂર્વક ઉપવાસ કરે અને તેનું પુણ્ય રાજાને આપી દે, તો જરૂર તેમણે સંતાન સુખની પ્રાપ્તિ થશે.
આ રીતે મુનીના નિર્દેશાનુસાર પ્રજાની સાથે સાથે જયારે રાજાએ પણ આ ઉપવાસ કર્યા, તો થોડા સમય પછી રાણીએ એક તેજસ્વી સંતાનને જન્મ આપ્યો. ત્યારથી આ એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી કહેવાઈ અને તેને મનાવવા લાગ્યા.
આ માહિતી ખબર એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.