બેઠા બેઠા પગ હલાવવાની ટેવ કોઈ બીમારીના સંકેત તો નથી ને, જાણો શું છે આ ટેવનું કારણ.

0
591

પગ હલાવવાની ટેવ તમારી કોઈ શારીરિક તકલીફનું કારણ હોઈ શકે છે, જાણો તેનાથી છુટકારો મેળવવા શું કરવું.

તમે જોયું હશે કે ઘણા લોકો બેઠા બેઠા પોતાના પગ હલાવતા રહે છે. કદાચ તમે પણ એવું કરતા હશો. ઘણી વખત જયારે ઘરમાં આપણે એવું કરીએ છીએ, તો કોઈને કોઈ વડીલ આપણને ટોકી દે છે. ત્યારે સમજાતું નથી કે ખરેખર આપણે પગ હલાવીએ છીએ તેનાથી બીજાને શું તકલીફ પડે છે?

બીજાને તકલીફ હોય કે ન હોય, પણ પગ હલાવવાની ટેવ (habit of shaking legs) કદાચ આપણી કોઈ શારીરિક તકલીફનું કારણ હોઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે પગ હલાવવા માત્ર એક ટેવ છે કે પછી કોઈ બીમારીના સંકેત.

પગ હલાવવાની ટેવ રેસ્ટલેસ સિંડ્રોમ હોઈ શકે છે : રેસ્ટલેસ સિંડ્રોમ (restless syndrome) ચેતાતંત્ર સાથે જોડાયેલી એક બીમારી છે. 35 વર્ષની ઉંમરથી વધુના વ્યક્તિઓમાં આ કોમન હોય છે. આ સિંડ્રોમની ઝપેટમાં આવવાના ઘણા કારણ હોઈ શકે છે. એટલે કે શરીરમાં આયરનની અછત, વધુ વજન, ઓછી ઊંઘ, નહિ જેવી ફીઝીકલ એક્ટીવીટી અને ન-શો-ક-ર-વા-ની ટેવ આ બીમારીનું કારણ બની શકે છે.

આમ તો ઊંઘની અછત મોટું કારણ માનવામાં આવે છે. એટલા માટે આને સ્લીપ ડીસઓર્ડર પણ કહે છે, કેમ કે ઊંઘ પૂરી ન થવાને કારણે જ વ્યક્તિ થાક અનુભવે છે.

સાથે જ પગ હલાવવાથી શરીરમાં ડોપામાઈન હોર્મોન નીકળે છે, જેથી સારું ફિલ થાય છે. એ કારણે પણ લોકો પોતાના પગ વારંવાર હલાવે છે. હેલ્થ નિષ્ણાંત તેને સ્લીપ ડીસઓર્ડર પણ કહે છે, કેમ કે ઊંઘ પૂરી ન થવાને કારણે વ્યક્તિને થાકનો અનુભવ પણ થાય છે. જણાવી દઈએ કે, આ બીમારીના કારણે પગમાં ઝણઝણાટી અનુભવાય છે. પગમાં બળતરા, ખંજવાળ અને દુઃખાવાની સમસ્યા પણ હોઈ શકે છે.

જો તકલીફ હોય, તો તેને ધ્યાન બહાર ન કરો : જો તમે વધુ પ્રમાણમાં તમારા પગ નથી હલાવતા, તો સારું છે. પણ આ ટેવ તમારા કાબુની બહાર હોય, તો એ સારી વાત નથી. કેમ કે જો તમારા શરીરમાં આયરનની અછત છે, તો પછી ઘણા પ્રકારની તકલીફો થઇ શકે છે, જેમાં હાર્મોનલ ફેરફાર પણ જોડાયેલા છે.

ઘણા લોકોમાં પગ હલાવવાની ટેવની વધુ અસર જોવા મળે છે. જેમ કે ગર્ભવતી મહિલાઓને ડીલીવરી વખતે તકલીફ પડી શકે છે. કીડની અને પાર્કિંસંસ સાથે જોડાયેલી બીમારી વાળા દર્દીને વધુ તકલીફ પડી શકે છે. પ્રેશર, ડાયાબિટીસ અને હ્રદયના દર્દીને વધુ જોખમ રહે છે.

કેવી રીતે કરવો ઈલાજ? હવે તમે એ તો સમજી ગયા હશો કે પગ હલાવવાની ટેવ બીમારી પણ હોઈ શકે છે. તેથી તેનો ઈલાજ પણ જાણી લેવો જરૂરી છે. સામાન્ય રીતે આ બીમારીથી છુટકારો મેળવવા માટે આયરનની ગોળીની ભલામણ કરવામાં આવે છે. પણ બીમારી ગંભીર હોય તો બીજી દવાઓ પણ આપવામાં આવે છે.

સાથે જ, તમે તમારી લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવીને પણ આ બીમારીથી છુટકારો મેળવી શકો છો. જેમ કે રેસ્ટલેસ સિંડ્રોમથી બચવા માંગો છો તો ઓછામાં ઓછું રાત્રે 8 કલાકની ઊંઘ જરૂર લો. ફીઝીકલ એક્ટીવીટીને તમારી રોજીંદી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવો. ડાયટમાં પણ આયરનથી ભરપુર વસ્તુ જેવી કે સરસવ, પાલક, બીટ વગેરેનો સમાવેશ કરો. અને કેફીન યુક્ત પદાર્થ, ધુમ્ર પાન અને ડા રુથી જેટલા દુર રહો, એટલું જ તમારા માટે સારું રહેશે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.