આ ગણપતિની પૂજા કરવાથી જલ્દી પુરી થાય છે દરેક મનોકામના, જાણો તેની પૂજા વિધિ અને ઉપાય.

0
900

પોતાની દરેક મનોકામનાઓ જલ્દી પૂરી કરવા માટે ગણપતિની આ મૂર્તિની કરો પૂજા, ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિનો રહેશે વાસ.

ગણપતિની પૂજા કરવાથી તમામ પ્રકારના વિઘ્ન-બાધાઓ દુર થઈને સુખ-સમૃદ્ધિ મળે છે. દરેક શુભ કાર્ય પહેલા કરવામાં આવતી સાધનામાં ગણપતિની વિવિધ પ્રકારની મૂર્તિઓનું પોતપોતાનું મહત્વ છે. શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ એટલે કે આક (આંકડા) ના છોડના મૂળમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિ ખૂબ જ શુભ હોય છે. હકીકતમાં આંકડાના મૂળમાં ગણેશજીનો વાસ હોય છે, અને જો આ મૂળને શાસ્ત્રોક્ત પદ્ધતિથી મેળવીને તમારા ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.

શ્વેતાર્ક ગણપતિનું માહાત્મ્ય : આંકડાના મૂળનો આકાર પણ લગભગ ગણેશજી જેવો છે, જેના કારણે તેને શ્વેતાર્ક ગણપતિ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ મૂળ એટલે કે શ્વેતાર્ક ગણપતિ તમારા ઘરમાં સ્થાપિત કરવામાં આવે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે, તો આ મૂર્તિ સિદ્ધ થઇ જાય છે અને તેમાં ગણપતિનો વાસ થઇ જાય છે. જેથી આ ગણપતિની મૂર્તિની પૂજા કરનારને પૂજાનું ફળ જલ્દી મળવા લાગે છે.

શ્વેતાર્ક ગણપતિની પૂજા વિધિ : જો તમને આંકડાના છોડના મૂળ મળી જાય, તો તેને સાફ કરી શુદ્ધ પાણીથી સ્નાન કરાવો, અને પછી તેને લાલ કપડા પર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. ખાસ કરીને ગણપતિની પૂજામાં લાલ ચંદન, ચોખા, ફૂલ અને સિંદૂરનો ઉપયોગ કરો. તેમને ધૂપ-દીપ આપીને નૈવેદ્ય સાથે કોઈ સિક્કો પણ અર્પણ કરો. પછી ગણપતિના મંત્ર ‘ॐ गं गणपतये नमः’ નો જાપ કરતા માળા ફેરવો. મંત્રનો જાપ કરવા માટે લાલ માળા અથવા રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.

શ્વેતાર્ક ગણપતિની પૂજા કરવાથી થનારા લાભ : શ્વેતાર્ક ગણપતિની પૂજા કરવાથી દરેક પ્રકારના દૈવિક અવરોધોથી રક્ષણ મળે છે. આ ગણપતિની મૂર્તિની પૂજા કરવાથી ભૂત-પ્રેત, મેલીવિદ્યા, તંત્ર-મંત્ર વગેરેનો ભય રહેતો નથી. આ બધી વસ્તુઓથી સાધક હંમેશા સુરક્ષિત રહે છે. શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ તાત્કાલિક સિદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.