સૂમસામ રસ્તા પર એક મહિલાને 3 ડાકુઓએ ઘેરી, પછી તે મહિલાએ જે કર્યું તે જાણવા જેવું છે.

0
1406

“હિંમતની કિંમત”

આપણા ઉત્તર પ્રદેશનું રાજ્ય. ઉત્તર પ્રદેશનું આગળ પડતું એક શહેર તે કાનપુર. કાનપુરમાં લશ્કરી છાવણી છે, ‘માલ રોડ’ પર આવેલી છે. છાવણીમાં સૈનિકોનાં કુટુંબો વસે છે. સૈનિકોના અફસર ‘મેજર’ તરીકે ઓળખાય છે. એવા એક ‘મેજર’. મેજરની અટક ‘જગ્ગી’. જગ્ગીનાં પત્નીનું નામ માલતીબહેન.

એ માલતીબહેનની વાત. માલ રોડ એક સૂનો રસ્તો છે. રાત્રિની વેળા છે. આઠેકનો સુમાર હશે. માલતીબહેન શહેરમાંથી પોતાના ઘર તરફ જતાં હતાં, છાવણી તરફ જતાં હતાં. એકલાં એકલાં જતાં હતાં, સઘળું સૂમસામ હતું.

માલતીબહેનના ગળામાં સોનાનો નેકલેસ હતો, હાથમાં સોનાની બંગડીઓ હતી, કાનમાં સોનાનાં કુંડળ હતાં, આંગળીએ સોનાની વીંટી હતી.

એ વેળા અંધારામાંથી ત્રણ ડાકુઓ નીકળી આવ્યા. તેમાંના એકના હાથમાં તો ભરેલી પિ-સ્તો-લ હતી.

માલતીબહેન હિંમતબાજ હતાં. શૂરા સૈનિકની પત્ની હતાં.

લૂંટવાના ઇરાદે એ ત્રણે ડાકુઓએ તેમને ઘેરી લીધાં. છતાં એ હિંમતબાજ સ્ત્રી ગભરાયાં નહીં. તેણે હિંમતથી સામનો કીધો. જે એક ડાકુએ તેમની તરફ પિ-સ્તો-લ તાકી હતી, તેની જ તેમને ફિકર હતી. એટલે એ બહાદુર મહિલાએ જોશથી એક થપ્પડ ડાકુના પિ-સ્તો-લ-વા-ળા હાથ પર મારી! એ સાથે જ પેલાના હાથમાંથી પિ-સ્તો-લ છૂટી ગઈ, ને ભોંય પર પડી ગઈ!

સમયસૂચકતા વાપરીને માલતીબહેને એ પિ-સ્તો-લ તરત ભોંય પરથી ઊંચકી લીધી, ને પછી ‘તારી જ ગિલ્લી ને તારો જ દાવ’ જેવું કર્યું! એ પિ-સ્તો-લ તેમણે ડાકુઓ તરફ તાકી!

ડાકુઓને થયું : ‘આ તો લશ્કરી અફસરની મહિલા છે. પિ-સ્તો-લ ચલાવવાનું જાણતી લાગે છે. હમણાં આપણા પર ગો-ળી છોડશે. માટે નાસો મારા બાપ!’

પિ-સ્તો-લ-ની અણીએ માલતીબહેને એ ત્રણે ડાકુઓને ઊભી પૂંછડીએ ભગાડી દીધા, તે આજની ઘડી ને કાલનો દી! આ બહાદુર મહિલાએ ડાકુઓની એ પિ-સ્તો-લ પોલીસથાણામાં જમા કરાવી દીધી; બધી કેફિયત લખાવી દીધી જેથી ડાકુઓને પોલીસ પકડી શકે.

શાબાશ છે બહાદુર મહિલા માલતીબહેન જગ્ગીને! સૌ કોઈએ માલતીબહેનની હિંમતને વખાણવા માંડી. સૌ કહે : ‘ખરે, હિંમતની કિંમત ન થાય!’

– શિવમ સુંદરમ