ખોટી જગ્યાએ રાખેલો અરીસો તમારા પરિવારનું નસીબ બગાડી શકે છે, જાણો અરીસા સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ.
ઘરમાં રાખેલી દરેક વસ્તુ જીવનને પ્રભાવિત કરે છે. વાસ્તુ અનુસાર વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ જો આ વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખવામાં ન આવે તો તેના કારણે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ દરેક વ્યક્તિ દરરોજ કરે છે પરંતુ તે નથી જાણતા કે આ વસ્તુ તમારું નસીબ બદલી શકે છે.
હા, અમે વાત કરી રહ્યા છીએ અરીસાની. એ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઘરમાં અરીસો લગાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો, જેથી જીવનમાં કોઈ અવરોધ ન આવે.
અરીસો હંમેશા જમીનથી થોડાક ઈંચ ઉપર રાખવો જોઈએ. આનાથી ધંધામાં ઘણો નફો થાય છે
ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે જેમાં તમે પૈસા અને ઘરેણાં રાખો છો તે કબાટમાં અરીસો લગાવો.
ઘરમાં અરીસો ઉત્તર, પૂર્વ અને ઈશાન દિશામાં રાખો, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે.
ગોળ આકારનો અરીસો ક્યારેય ન વાપરવો કારણ કે તે શુભ નથી હોતો. પરંતુ લંબચોરસ અને ચોરસ અરીસાનો ઉપયોગ કરવો શુભ છે.
તૂટેલો અરીસો જીવનમાં મુશ્કેલી લાવી શકે છે, તેથી જો ઘરનો અરીસો તૂટી ગયો હોય તો તેને તરત જ કાઢી નાખો.

ઘરમાં ક્યારેય પણ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં અરીસો ન રાખવો કારણ કે આ દિશામાં અરીસો રાખવાથી મુશ્કેલીઓ આવે છે.
બેડરૂમમાં અરીસો ન લગાવો અને જો અરીસો હોય તો પણ તેને એવી જગ્યાએ રાખો, જ્યાંથી તેમાં સુવા વાળા વ્યક્તિને પ્રતિબિંબ ન દેખાય.
સીડીની નીચે ક્યારેય અરીસો ન રાખો. આમ કરવાથી ઘરનું વાતાવરણ બગડતા વાર નથી લાગતી.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)
આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.