મજેદાર જોક્સ : એક સ્ત્રી પોતાની પાડોશી સ્ત્રીને જણાવી રહી હતી, તને ખબર છે 20 વર્ષ સુધી મને….

0
26797

આજકાલના ભાગદોડ વાળા જીવનમાં લોકો જાણે હસવાનું જ ભૂલી જ ગયા છે. લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ જાય છે કે, પોતાના માટે પણ સમય નથી કાઢી શકતા. જીવનમાં કામ અને જવાબદારીઓની સાથે સાથે હળવું પણ ઘણું જરૂરી છે. હસવું ન માત્ર તમારો મુડ સારો કરે છે, પણ તે એક પ્રકારની કસરત પણ છે.

તમે લોકોએ લાફીંગ એકસરસાઈઝ વિષે સાંભળ્યું જ હશે. આ લાફીંગ એકસરસાઈઝથી શરીરની અંદર થતી લોહીની ઉણપ દુર કરી શકાય છે, અને સાથે જ લોહીના પ્રમાણમાં પણ વધારો કરી શકાય છે. અને જોક્સ એક એવી વસ્તુ છે, જે આજકાલના વ્યસ્ત માણસનું હસવાને જાળવી રાખે છે. જો તમે પણ દિવસભરની દોડધામ અને કામના તણાવથી પરેશાન છો, તો આ આર્ટીકલ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. કારણ કે આજે અમે તમારા માટે જોરદાર અને મજાના જોક્સના ખજાનામાંથી થોડા જોક્સ લઈને આવ્યા છીએ.

ભાઈ અહિયાં તો બધા જ ડોક્ટર છે :

આપણે ત્યાં અમુક લોકો ભલે પોતાના પેટના દુ:ખાવાથી લઈને પાઈલ્સ સુધીની સમસ્યા માટે કોમ્બીક્લેમથી કામ ચલાવી લેતા હોય, પણ જો કોઈ બીજું બીમાર પડે તો એનો હાથ પકડીને નસ એવી રીતે ચેક કરે છે, જાણે કે પોતે MBBS ની ડીગ્રી લઈને જ જન્મેલા હોય.

એ વાત ઘણે અંશે સાચી છે કે, આપણા દેશમાં લોકો દરેક બાબતમાં પોતાને ઊંચા સાબિત કરવામાં લાગેલા રહે છે. આપણે ત્યાં જો કોઈ ભૂલથી પણ બીમાર થઇ જાય તો ઘણા મહાન માણસ જેને દવાના નામ લેતા પણ આવડતું ન હોય, તે પોતે જ તેના ડોક્ટર બની જાય છે અને તેને ઈલાજ માટે નવા નવા નુસખા અપનાવવાની સલાહ આપે છે.

એટલું જ નહિ જે લોકો પોતે પોતાના કફનો ઈલાજ બામમાંથી શોધતા હોય છે, તે બીજાની નસ એવી રીતે ચેક કરે છે કે, જાણે આયુર્વેદમાં એમણે મોટી ડીગ્રી પ્રાપ્ત કરી હોય.

રાહુલ ગાંધી જિંદાબાદ :

તમને નથી લાગતું કે, રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ રાખવામાં આવે. કારણ કે, આ એકમાત્ર વાત એવી છે જેની ઉપર કોંગ્રેસ અને બીજેપી બન્ને પાર્ટી સહમત છે.

આખા ગાંધી કુટુંબમાં રાહુલ ગાંધી એક માત્ર એવા વ્યક્તિ છે, જેને રાજકારણ સિવાય બધું જ આવડે છે. મલ્ટી ટેલેન્ટેડ માણસ છે. બટાકામાંથી સોનું બનાવી શકે છે. (મિત્રો, ભૂલચૂક માફ.)

આવો વિરોધ કરીએ :

હું ફિલ્મ, ટીવી, ફેસબુક સ્ટેટ્સ, ઇંસ્ટાગ્રામ, ટ્વીટર અને કાર્ટુનનો વિરોધ કરવા માટે એક સેના બનાવી રહેલ છું. ઈચ્છા ધરાવતા લોકો એપ્લાઇ કરી શકે છે. તેનું નામ છે. ‘કરવાનું કાંઈ નહી સેના.’ કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી.

આજનો સમય ઘણો ઝડપી થઇ ગયો છે. તેવામાં ફેસબુક, ઇંસ્ટાગ્રામ, ટ્વીટર વગેરેએ લગભગ દરેકને પોતાની જાળમાં ફસાવી રાખ્યા છે. તેવામાં આ ભાઈ આ બધી વસ્તુથી એટલા કંટાળી ગયા છે, કે લોકો પાસે એક વિરોધી પક્ષ બનાવવાની માંગણી કરી રહેલ છે. શું આ સેનાનો ભાગ બનવા માંગશો?

બાઈગોડના “સમ” :

મિત્રો, લોકોને જોયા પછી એવું લાગે છે કે, ખીચડીને બદલે કસમને આપણું રાષ્ટ્રીય ભોજન બનાવવામાં આવે. કારણ કે દેશમાં લોકો જેટલી ખીચડી નથી ખાતા એના કરતા વધારે કસમ ખાય છે.

આજકાલ લોકો દરેક નાની નાની વાત ઉપર કસમ ખાવા લાગ્યા છે. એને લીધે તેમનું તકિયા કલામ જ ‘બાયગોડની કસમ’ બની ગયું છે. લોકો દરેક સમયે કસમ ખાવા માટે તૈયાર જ હોય છે. એટલે કે બધું મળીને એ માની લો કે, હવે કોઈપણ વ્યક્તિ માણસ ભૂખ્યા નથી સુઈ શકતા. કેમ કે સૌની પાસે પેટ ભરીને ખાવા માટે “કસમ” તૈયાર રહેલ છે.

આ તો ઘોર અપમાન થઇ ગયું :

સલમાન ખાન આજ સુધી કુંવારો છે. અને આજે પણ આપણને કોઈ એવુંય કહી દે કે, સલમાન લગ્ન કરી રહ્યો છે તો કદાચ આપણે વિશ્વાસ કરી પણ લઈએ. પણ જો કોઈ આવીને આપણને એમ કહે ,કે અભિષેક બચ્ચનને નવી ફિલ્મ મળી છે અને તે સુપરહિટ થવાની છે, તો તે આપણા માટે સૌથી મોટો જોક્સ હશે.

એક સ્ત્રી પોતાની પાડોશી સ્ત્રીને જણાવી રહી હતી,

મહિલા : તને ખબર છે 20 વર્ષ સુધી મને કોઈ બાળક ન થયું.

પાડોશી સ્ત્રી : તો પછી તે શું કર્યું?

મહિલા : પછી હું ૨૧ વર્ષની થઇ તો મારા પપ્પાએ મારા લગ્ન કરાવી દીધા. પછીથી મને મુન્નો થયો.

પાડોશી સ્ત્રી ઉભા ઉભા બેહોશ થઇ ગઈ.