એક છોકરીનો તેના ભાઈ પ્રત્યેનો પ્રેમ જોઈને મોટા ડોક્ટરનું હૃદય દ્રવી ઉઠ્યું, વાંચો હૃદયસ્પર્શી સત્ય ઘટના.

0
355

“ભલો ડૉક્ટર”

એક હતી છોકરી. વિલાયતની વતની. છોકરી બહુ બહાદુર; જેવી બહાદુર તેવી પ્રેમાળ; અને જેવી પ્રેમાળ તેવી જ ભલી. એને એક ભાઈ. ભાઈ મોટો; બહેન નાની. થયું એવું કે એક દિવસ ભાઈ એકાએક બીમાર પડી ગયો. જી-વ-લે-ણ બીમારીમાં સપડાઈ ગયો.

છોકરાના બાપુજીએ ઘણા ઘણા દાક્તર બોલાવ્યા. પરંતુ બધા દાક્તરોએ હાથ ધોઈ નાખ્યા, દાક્તરોએ કહ્યું : ‘છોકરાને એક ખાસ પ્રકારનો રોગ લાગુ પડ્યો છે. આ રોગના નિષ્ણાત દાક્તર આપણા શહેરમાં છે. તેમને બતાવો. અમારું આ કામ નહિ. દાક્તરોએ નિષ્ણાત દાક્તરનું નામ આપ્યું.

નિષ્ણાત દાક્તરનું નામ સાંભળતાં જ છોકરાના બાપુજીના મોતિયાં મ-રીગ-યાં; કેમ કે એ દાક્તર બહુ મોટા હતા. તેમની ફી પણ ભારે હતી. છોકરાના બાપુજી ગરીબ હતા; આવી આકરી ફી આપવાનું તેમનું ગજું ન હતું.

બાપુજી આમ હિંમત હારતા હતા. પરંતુ છોકરાની નાનડી બહેને બાપુજીને કહ્યું : ‘બાપુજી, ભાઈને આપણે દાક્તર પાસે લઈ જ જઈએ. મોટા માણસનાં હૃદય મોટાં હોય છે. આપણે તેમને આપણી ગરીબીની વાત કરીશું. છતાં નહિ માને તો ગમે ત્યાંથી ફી ઊભી કરીશું. કાંઈ ભાઈને આમ નાખી રખાય? ભાઈને મ-ર-વા-દેવાય?’

છોકરીએ આ રીતે બાપુજીને હિંમત આપી; એટલે બાપુજીને કાંઈક હિંમત આવી. છોકરી અને બાપુજી ભાઈને લઈ પહોંચ્યા દાક્તર પાસે, દાક્તરને બધી વાત કરી. દાક્તરે કહ્યું : ‘તમારી વાત સાચી, પરંતુ મારે મારી ફી તો જોઇશે જ ભલે, તમે પાછળથી ફી આપજો. ધીમે ધીમે મારી ફીના પૈસા આપજો. એટલી રાહત તમને હું આપીશ.’

બાપુજી બોલ્યા : ‘ભલે, એમ તો એમ. તમને હું ફી પાછળથી આપીશ; ગમે તેમ કરીને આપીશ. અત્યારે તો મારા છોકરાને સાજો કરો. મારો એકનો એક દીકરો છે. મારા ઘરનો દીવડો છે.’ દાક્તરે છોકરાને બરાબર તપાસ્યો. પોતાના દવાખાનામાં રાખી બરાબર દવા કરી. જરૂરી ઑપરેશન કર્યું. છોકરો સારો થઈ ગયો.

એ વખતે નાતાલના તહેવારો નજીક આવ્યા હતા. નાતાલના તહેવારો એટલે ખ્રિસ્તી લોકોની દિવાળી. નાતાલ પર છોકરો સાજો થઈને ઘેર આવ્યો. બહેનનો હરખ તો માય નહિ. બાપુજી પણ એટલા જ હરખાય. છતાં બાપુજીને દાકતરના બિલની ચિંતા સતાવતી હતી જ. પરંતુ નાતાલના દિવસોમાં છોકરીનો આનંદ માતો નહોતો. તેનો ભાઈ બહુ બીમાર પડ્યો હતો. દાક્તરે તેને-મો-ત-માં-થી ઉગાર્યો હતો. છોકરીને દાક્તર ભગવાન જેવા લાગ્યા હતા.

દિવાળીમાં આપણે જેમ નવા વરસનાં અભિનંદનના કાગળ લખીએ છીએ તેમ ખ્રિસ્તી લોકો પણ લખે છે. એટલે એ છોકરીએ પોતાના મનના ઉમંગથી દાક્તરને એક કાર્ડ લખ્યું, કાર્ડમાં લખ્યું : ‘દાક્તર સાહેબ, નવા વરસના અભિનંદન! મારા ભાઈને મને પાછો આપવા માટે મારા લાખ લાખ અભિનંદન!’

દાક્તરને તો ઓળખાણો બહુ. તેમને નાતાલનાં બહુ બહુ કાર્ડ મળ્યાં હતાં. પરંતુ એ બધાંય કાર્ડમાંથી આ છોકરીનું કાર્ડ તેમને બહુ ગમ્યું. એ કાર્ડ જોઈને તેમણે કહ્યું : ‘આ છોકરીનું કાર્ડ મારે માટે બધાં કાર્ડોમાં સૌથી સુંદર છે. એમાં છોકરીએ મને પોતાના દિલની દુઆ આપી છે. એ મારા દિલને ઠારે છે. એ ગરીબ છોકરાની ફી પણ એમાં આવી ગઈ છે. મારી ફીની આની આગળ કંઈ વિસાત નથી. ગરીબની દુઆ ક્યાંથી? નિર્દોષ છોકરીના આશીર્વાદ ક્યાંથી?’

નાતાલના તહેવારોમાં છોકરાના બાપુજી દાક્તરને મળવા ગયા. ફી નું બિલ માગ્યું ત્યારે દાક્તરે કહ્યું : ‘મને મારી ફી મળી ગઈ!’ એમ કહીને છોકરીનું કાર્ડ તેમણે બતાવ્યું. દાક્તરે પૈસા ન લીધા.

મોટા માણસો આપણા દિલ વાંચીને કામ કરે છે. સાચી બનેલી આ વાત છે.

– શિવમ સુંદરમ.