ક્યારેક ક્યારેક કંઈપણ કરવાનું મન થતું નથી. એવું લાગે છે કે પથારી પર પડ્યા રહીએ અને આરામ કરવાનું જ ચાલુ રાખીએ. જેમ કે રવિવાર પછી સોમવારે ઓફિસ જવાનું મન થતું નથી. આપણે ઘણીવાર રોજિંદા જીવનથી કંટાળી જઈએ છીએ અને હૃદયને માત્ર આરામ જ જોઈએ છે. આવું ફક્ત માણસો સાથે નહિ પણ કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ સાથે પણ આવું થાય છે.
હવે બિચારા પ્રાણીઓ તો કાંઈ બોલી શકતા નથી, તેથી રમતા-કૂદયા પછી તેઓ વારંવાર થાકી જાય છે અને આરામ કરે છે. તેમની આરામની સ્થિતિ ખૂબ રમુજી હોય છે. તો ચાલો તમને એવા જ કેટલાક ફોટા બતાવીએ, જેને જોઈને તમે હસવા પર મજબૂર થઈ જશો.
તો આવો વધુ ન બગાડતા, ફુલ્લી આરામ કરતા જાનવરોના ફની ફોટા પર એક નજર કરીએ.

(1) આ કૂતરો એટલો આરામમાં છે કે તે પોતાની જીભ પણ અંદર નથી લેવા માંગતો. (2) આ ઉંદર પોતાના હિંચકા પર આરામ કરી રહ્યો છે એ પણ આળસુની જેમ.
(3) આ બે બતકો આરામમાં છે, પણ તેમને જોઈને એવું લાગે છે કે તેઓ 92 ડિગ્રી ફેરનહાઈટ ગરમીને લીધે ઓગળી રહ્યા છે. (4) આ ઉંદરને પગ પર ઉભા રહેવાની આળસ આવે છે, તે રેતીના ઢગલાની જેમ હાથમાં પડી રહ્યું છે.
(5) આ ઘુવડને એવો આરામ કરવો છે કે ઝાડ પર પણ નથી જતું. (6) કાચ પર આરામ કરી રહેલી આ બિલાડીને જુઓ.
(7) આ બીજા ઘુવડને જુઓ, એટલું આરામમાં છે કે તડકામાંથી પણ ઉભું નથી થતું. (8) આ બિલાડીને જોઈને લાગતું નથી કે તે બીજા દિવસે સવાર સુધી અહીંથી હલશે.
(9) આ કુતરાને જોઈને શું લાગે છે? શું તે રમવા માટે ઉભું થશે? (10) આ કૂતરો પણ ફુલ ટુ આરામના મૂડમાં છે.
(11) આ બિલાડીને તો જુઓ, અંદર પણ નથી જતી અને બહાર પણ નહિ આવતી, આળસુની જેમ જ્યાં છે તેમ જ પડી રહી છે. (12) આ પક્ષી પહેલા મસ્તી કરતુ હતું પણ હવે આરામ કરવાની ઈચ્છા થઈ છે તો રૂ ના ઢગલાની જેમ પડ્યું છે.
આ પ્રાણીઓને જોઈને એવું લાગે છે કે માણસો કરતા પ્રાણીઓ વધારે આળસુ હોય છે.